વીજળીના થાંભલામાં વિમાન ઘુસી જતા એક સાથે 90 હજાર લોકો… – જુઓ વિડીયો

અમેરિકા(America)ના મેરીલેન્ડ કાઉન્ટી(Maryland County)માં રવિવારે સાંજે એક નાનું વિમાન ક્રેશ(Airplane crash) થયું હતું અને ઇલેક્ટ્રિક વાયરમાં ફસાઈ ગયું. જો કે આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર બે મુસાફરોને કોઈ ઈજા થઇ ન હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ દ્વારા વિમાનને ખાલી કરાવવા દરમિયાન આસપાસના વિસ્તારોમાં વીજળી કટ કરવો પડ્યો હતો.

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સિંગલ-એન્જિન પ્લેન, જે વ્હાઇટ પ્લેન્સ, એન.વાય.માં ક્રેશ થયું હતું. તે રવિવારે સાંજે લગભગ 5:40 વાગ્યે ગેથર્સબર્ગમાં મોન્ટગોમેરી કાઉન્ટી એરપાર્ક નજીક વીજળીના થાંભલામાં ફસાય ગયું હતું. FAAએ જણાવ્યું કે વિમાનમાં બે લોકો સવાર હતા.

મહત્વનું છે કે, આ પ્લેન ક્રેશના કારણે સમગ્ર મોન્ટગોમરી કાઉન્ટીમાં 90 હજાર ઘરો અને કોમર્શિયલ એકમોની વીજળી જતી રહી હતો. જેનો અર્થ એ છે કે કાઉન્ટીના એક ચતુર્થાંશ ભાગના લોકો વીજળી સંકટ સામે ઝઝૂમી રહ્યા હતા. મોન્ટગોમરી કાઉન્ટીના પોલીસ વિભાગ દ્વારા ટ્વીટ કરીને જણાવ્યું છે કે, રોથબરી ડો એન્ડ ગોશેન આરડી વિસ્તારમાં એક નાનકડું વિમાન વીજળીના થાંભલા સાથે અથડાયું. જેના કારણે સમગ્ર કાઉન્ટીમાં વીજળી ગૂલ થઈ ગઈ. એમ પણ કહ્યું કે મહેરબાની કરીને આ વિસ્તારથી દૂર રહો કારણ કે અહીં અનેક એવા તાર છે, જેમાં વીજળી પસાર થઈ રહી છે.

વોશિંગ્ટન પોસ્ટના જણાવ્યાં અનુસાર, વરસાદની સીઝન હોવાના કારણે વિમાન કોમર્શિયલ એરિયાની પાસે ક્રેશ થઈ ગયું. હાલ એ જાણકારી સામે નથી આવી રહી કે આ અકસ્માત ક્યાં કારણોસર થયો. એક અંદાજા મુજબ વિમાન  10 માળ ઊંચા વીજળીના તાર સાથે ટકરાયું હશે. હાલ કોઈ પુષ્ટિ થઇ રહી નથી, પરંતુ આ અંગે તપાસ શરુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *