સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. એક તરફ આખી દુનિયામાં કોરોના વાયરસને લઈ ભારે તબાહી મચી છે ત્યારે ભારતમાં પણ 28 જેટલા કેસ જોવા મળ્યા છે. આ બધાની વચ્ચે તમને હેરાન કરે એવો એક વીડિયો વાયરલ થયો છે. જો તમે પણ સ્ટ્રીટ ફૂડ ખાવાના શોખીન છો તો આ વીડિયો તમને ચોંકાવી દેશે. ફેસબુક પર એક શખ્સ ગટરના પાણીથી છોલે-ભટ્ટુરેની ડિશ સાફ કરી રહ્યો છે. કોઈએ આ ઘટના જોઈ અને રેકોર્ડ કરી લીધી તેમજ હવે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહી છે.
આ વિડીયોમાં જોઈ શકાય છે કે, લારી પર એક શખ્સને ગંદા ગટરના પાણીથી છોલે-ભટૂરેની પ્લેટ્સને સાફ કરતો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસના હાહાકારથી જોડીને આ વીડિયોને ફેસબુક પર શૅર કરવામાં આવી રહ્યો છે. આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મ્સ ઉપર પણ શૅર કરવામાં આવી રહ્યો છે.
વીડિયોમાં રસ્તા ઉપર છોલે-ભટૂરે અને પુલાવની લારી ઊભેલી છે. ત્યાં એક શખ્સ ગંદા નાળાના પાણીથી પ્લેટ ધોઈ રહ્યો છે. આ પ્લેટ્સમાં જ છોલે-ભટૂરે ગ્રાહકોને આપવામાં આવે છે. આ વીડિયો શેર કરીને કેપ્શનમાં લખવામાં આવ્યું કે, જો તમને સ્ટ્રીટ ફુડ ગમે છે, તો કોરોના વાયરસથી ડરશો નહીં. ભારતમાં કોરોના વાયરસની ઐસી કી તૈસી. તેની સાથે હસતો ઈમોજી મૂકવામાં આવ્યું છે.
જગજીત સિંહ નામના ફેસબુક યૂઝરે આ વીડિયોને સોમવારે શૅર કર્યો છે જેને અત્યાર સુધી 95 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. સાથોસાથ 4 હજારથી વધુ શૅર અને 500થી વધુ રિએક્શન મળી ચૂક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.