અજીત ડોભાલ બાદ PM મોદી પાકિસ્તાનને જોરદાર ઝાટકો આપવાની તૈયારીમાં, ઘડાયો ‘પ્લાન’

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારઅજીત ડોભાલ તાજેતરમાં જ સાઉદી અરેબિયાની મુલાકાતે ગયા હતા. કાશ્મીર મામલે પાકિસ્તાનને બરાબરનું ઘેર્યા બાદ ડોભાલની આ મુલાકાત ખુબ જ મહત્વની માનવામાં આવે છે. હવે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં સાઉદી અરબના પ્રવાસે જઇ શકે છે. જોકે હજુ સુધી સત્તાવાર રીતે તારીખની જાહેરાત થઇ નથી.

પીએમ મોદી અહીં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત કરી શકે છે. એક અહેવાલ પ્રમાણે ડોભાલની આ યાત્રા દરમિયાન પીએમ મોદીના પ્રવાસ પર સહમતિ બની અને વાતચીતનો એજન્ડા તૈયાર કરવામાં આવ્યો.

વડાપ્રધાન મોદીની આ મુલાકાત પણ બરાબર એવા જ સમયે થઈ રહી છે જ્યારે ખાડી દેશો આ મહિનાના અંતમાં ઇન્વેસ્ટમેન્ટ સમિટનું આયોજન કરી રહ્યા છે. પીએમ મોદી પણ આ સમિટમાં સામેલ થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત અરબ દેશોના દરેક રાષ્ટ્રાધ્યક્ષ અહીં ઉપસ્થિત રહેશે. તેમાં સાઉદી ક્રાઉન પ્રિન્સ સલમાન પણ સામેલ છે. સમિટનું આયોજન રિયાધમાં થઇ રહ્યું છે.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલે સાઉદી અરબની મુલાકાત દરમિયાન ત્યાના શીર્ષ નેતૃત્વ સાથે વાતચીત કરી હતી. પ્રિન્સ સલમાન સાથે તેમની મુલાકાત બે કલાક ચાલી હતી. માનવામાં આવે છે કે અજીત ડોભાલે તેમને કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિ વિશે જાણકારી આપી હતી. ભારત સરકાર કાશ્મીરમાં વિકાસના કામોને ખૂબ ઝડપથી આગળ વધારી રહી હોવાથી પણ ડોભાલે ક્રાઉન પ્રિંસને વાકેફ કર્યા હતાં. સાથે જ અહીં  મોટાભાગના પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યા હોવાની પણ જાણકારી આપી હતી. સાઉદી તેલ કંપની અરામકો પર હુમલા બાદ ત્યાની પરિસ્થિતિ વિશે પણ ચર્ચા થઇ. ઉલ્લેખનીય છે કે અરામકો પેહલાથી જ રિલાયન્સ સાથે ઓઇલ સેક્ટરમાં સહયોગ માટે કરાર કરી ચૂકી છે.

મોદી 2016માં રિયાદ ગયા હતા. સાઉદી અરબની આ તેમની બીજી મુલાકાત હશે. સલમાન આ વર્ષે જ ફેબ્રુઆરીમાં ભારત આવ્યા હતા. સાઉદીએ તાજેતરમાં જ જાહેરાત કરી છે કે તે ભારતમાં 100 બિલિયન ડોલરનું રોકાણ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *