હાલ ગુજરાતમાં ભારે વરસાદ થવાથી ખેડૂતોનું ભારે નુકશાન થયું છે. દર વર્ષે જેટલો પાક થતો હતો તેના કરતા ખુબ ઓછો થયો છે. અને અમુક ખેડૂતોને તો જરાક પણ પાક હાથ માં આવ્યો નથી. અને ઘણા બધા કારણોસર હાલ દરેક ખેડૂતોને સાથે લઈને સરકાર સામે સહાયની માંગો કરી રહ્યા છે. હાલ ખેડૂતોને ખાવાના પણ ફાફા પડી રહ્યા છે, અને ઉપરથી બીજા એક દુઃખ ભર્યા સમાચાર આવ્યા છે.
કૃષિ મંત્રાલય માંથી એક અધિકારીએ કહ્યું છે કે, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ડિસેમ્બરના અંત સુધી પ્રત્યેક 10 કરોડ ખેડૂતોને 2000 રૂપિયાની નાણાકીય સહાય પ્રદાન કરવાનો લક્ષ્ય ચૂકી શકે છે. સાથે-સાથે અધિકારીએ કહ્યું છે કે, 10 કરોડ ખેડૂતોનો લક્ષ્ય હવે ખુબ મુશ્કેલ લાગી રહ્યો છે કેમ કે યોજના હેઠળ ખેડૂતોનું રજિસ્ટ્રેશન લિમિટ સુધી પહોંચી ગયું છે. અધિકારીએ કહ્યું કે, વર્તમાનમાં લગભગ 76.8 મિલિયન ખેડૂતોને સહાયતા પ્રાપ્ત થઈ ચુકી છે.
ભારત સરકારે રાજ્યોને કેન્દ્ર માટે અગાઉના ખેડૂતોની માહિતી મોકલવાની પ્રક્રીયાની ગતિ વધારવા માટે કહ્યું છે. પહેલી વાર બીજા હપ્તાના વિતરણની ગતિ સંતોષકારક રહી હતી પરંતુ ત્રીજા હપ્તો ખુબ ધીમો છે. કારણ કે અમુક-અમુક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ હજી સુધી લાભાર્થીઓની માહિતી શેર નથી કરી. પશ્વિમ બંગાળ, સિક્કિમ, પોંડીચેરી, ઓરિસ્સા, લક્ષદ્વિપ, દિલ્હી અને ચંદીગઢે ત્રીજા તબક્કામાં અત્યાર સુધી કોઈ પણ ખેડૂતોના ડેટા નથી મોકલ્યા. હકીકતમાં, પશ્વિમ બંગાળે યોજનાની શરૂઆત પછીથી કોઈ પણ ખેડૂતના ડેટા મોકલ્યા જ નથી.
આ તમામ રાજ્યોને આ માહિતી મોકલવાની ગતિ વધારે કરવા સરકારે જણાવ્યું છે. જો કે, આ યોજના પ્રતિ પશ્વિમ બંગાળ સરકારની ઉદાસિનતા જોતા રાજ્યના ખેડૂતો લાભ પ્રાપ્ત કરવા માટે કેન્દ્રને જરૂરી જાણકારી સીધી મોકલી શકે છે તેમ અધિકારીએ જણાવ્યું. આ યોજના હેઠળ નાણાકીય મદદનો આ ત્રીજો હપ્તો છે, પરંતુ ચાલુ નાણાકીય વર્ષમાં બીજો છે.
અત્યાર સુધી સરકારે 1 એપ્રિલથી 31 માર્ચ દરમિયાન પહેલા હપ્તામાં 72.6 મિલિયન લાભાર્થીઓને મદદ કરી છે, બીજા હપ્તામાં 62.5 મિલિયન ખેડૂતોને અને ત્રીજા હપ્તામાં અત્યાર સુધી 37.4 મિલિયન લાભાર્થીઓને મદદ થઈ ચૂકી છે. તેમ અધિકારીએ જણાવ્યું હતું. વધુમાં ઉમેરતા તેમણે કહ્યું કે. બીજા હપ્તામાં નાણાકીય સહાયતા મેળવતા ખેડૂતોની સંખ્યા વધુ છે અને પહેલા હપ્તાના લાભાર્થીઓથી ઓછી હતી કેમ કે 2019-20માં લાભ મેળવવાનું અનિવાર્ય કર્યું હતું. ત્રીજા હપ્તા હેઠળ 2000 રૂપિયાનું વિતરણ કરવાની પ્રક્રીયા 31 ડિસેમ્બર સુધી સમાપ્ત થઈ જશે અને ચોથો હપ્તો 1 જાન્યુઆરીથી શરૂ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.