કોરોનાના દર્દીઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. આવા જ એક દર્દીની સારવાર કરી રહેલ મહારાષ્ટ્રની સરકારી નાયડુ હોસ્પિટલની એક નર્સને ખુદ પ્રધાનમંત્રી મોદીએ ફોન કર્યો. તથા વૈશ્વિક મહામારીથી લડતા હોસ્પિટલના કર્મચારીઓના કામની પ્રશંસા કરી હતી. પૂણે મહાનગરપાલિકાના સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યુ કે નર્સ છાયા જગતાપને શુક્રવારની સાંજે વડાપ્રધાન કાર્યાલયથી ફોન આવ્યો હતો. સોશિયલ મીડિયા પર તેમની વાતચીતનો ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થઇ ગયો છે. મરાઠી ભાષામાં વાતચીત શરૂ કરતા મોદીએ જગતાપના ખબર અંતર પૂછ્યા હતા.
સાથે જ વડાપ્રધાને પૂછ્યુ કે તે પુરી લગનથી કોવિડ-19ના દર્દીઓની સારવાર કરતા પોતાની સુરક્ષા વિશે પરિવારના ડરને કેવી રીતે દૂર કરી રહી છે. જગતાપે કહ્યું, ‘હાં, હું પોતાના પરિવારને લઇને ચિંતિંત છું પરંતુ કામ તો કરવુ પડશે. અમારે આ સ્થિતિમાં દર્દીની સારવાર કરવી પડશે, હું સંભાળી રહી છું.” વડાપ્રધાને પૂછ્યુ કે શું હોસ્પિટલમાં દાખલ દર્દી ડરેલા છે. જેની પર નર્સે કહ્યું, “અમે તેમની સાથે વાત કરીએ છીએ, અમે તેમણે કહ્યું છે કે ડરવાની જરૂર નથી. અમે તેમણે આશ્વાસન આપ્યુ છે કે તેમણે કઇ નહી થાય તથા તેમના રિપોર્ટમાં તે સંક્રમિત નહી આવે.”
ઓડિયો ક્લિપમાં જગતાપને એમ કહેતા સાંભળવામાં આવે છે કે કર્મચારી સંક્રમિત દર્દીઓનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ કરે છે. જગતાપે વડાપ્રધાનને જણાવ્યુ કે કોવિડ-19ના સાત દર્દીઓના સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જ્યારે મોદીએ પૂછ્યુ કે શું તે, વિવિધ હોસ્પિટલોમાં થાક્યા વગર સતત કામ કરી રહેલા લાખો સારવાર કર્તાઓને કોઇ સંદેશ આપવા માંગે છે, જેની પર જગતાપે કહ્યું, “ડરવાની કોઇ જરૂર નથી, અમારે આ બીમારીમાંથી બહાર નીકળવુ પડશે અને આપણે પોતાના દેશને જીતાડવુ પડશે. આ હોસ્પિટલ અને કર્મચારીઓનો ઉદ્દેશ્ય હોવો જોઇએ.”
મોદીએ જગતાપની લગન અને સેવા માટે તેમણે શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાને કહ્યું, “તમારી જેમ લાખો નર્સ, પેરાચિકિત્સક કર્મી, ડૉક્ટર સાચા તપસ્વી છે અને તમામ દેશમાં વિવિધ હોસ્પિટલોમાં દર્દીની સેવા કરી રહ્યા છે. હું તમને શુભેચ્છા પાઠવું છું, મને તમારા અનુભવ સાંભળીને ખુશી થઇ.”
જેની પર આભાર વ્યક્ત કરતા જગતાપે કહ્યું, “હું માત્ર પોતાનું કામ કરી રહી છું પરંતુ તમે 24 કલાક દેશની સેવા કરી રહ્યા છો. અમે તમારા આભારી છીએ.” જગતાપને ઓડિયો ક્લિપમાં એમ કહેતા સાંભળી શકાય છે કે, “દેશ સૌભાગ્યશાળી છે કે તેમની પાસે તમારા જેવા વડાપ્રધાન છે.” નાયડૂ હોસ્પિટલ પૂણેના મોટાભાગના કોવિડ-19ના દર્દીઓની સારવાર કરી રહ્યું છે.
ટૂંક સમયમાં દૂર થનાર છે કોરોનાનો આતંક, આ ટોચના વ્યક્તિએ કર્યો દાવો