જાણો કેમ સાડીનો પલ્લું ડાબી બાજુ રાખવો જોઈએ – PM મોદીએ જણાવ્યું કારણ

PM મોદીએ અમુક સમય અગાઉ પશ્ચિમ બંગાળની વિશ્વભારતી વિદ્યાલય યુનિવર્સિટીનાં શતાબ્દી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન મોદીએ તેનાં સંબોધનમાં ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરથી લઈને સ્વામી વિવેકાનંદની…

PM મોદીએ અમુક સમય અગાઉ પશ્ચિમ બંગાળની વિશ્વભારતી વિદ્યાલય યુનિવર્સિટીનાં શતાબ્દી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન મોદીએ તેનાં સંબોધનમાં ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરથી લઈને સ્વામી વિવેકાનંદની વાત કરી હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે, આઝાદીનાં આંદોલનમાં વિશ્વભારતી યુનિવર્સિટીનું બહુ મોટું યોગદાન છે, જેણે હંમેશા રાષ્ટ્રવાદની બધાને પ્રેરણા આપી છે.

PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ગુરુદેવનાં મોટાભાઈ સત્યેન્દ્રનાથ ટાગોરની નિમણૂક ગુજરાત રાજ્યમાં થઈ હતી. ત્યારે રવીન્દ્રનાથ ટાગોર એમને મળવા માટે અમદાવાદ આવતા હતા, અહીંયા એમણે તેની બે કવિતાઓ પણ લખી હતી. ગુજરાત રાજ્યની બેટી પણ ગુરુદેવનાં ઘરે વહુ બનીને આવી હતી. સત્યેન્દ્રનાથ ટાગોરની પત્ની જ્ઞાનેન્દ્રી દેવી જ્યારે અમદાવાદ સહેરમાં રહેતા હતા, ત્યારે એમણે જોયું કે, અહીંયા મહિલાઓ સાડીનો પાલવ જમણી તરફ રાખતી હતી, તે સમયે એમણે ડાબી તરફ સાડીનાં પાલવને નાંખવા માટેની સલાહ આપી હતી, જે હાલ સુધી શરૂ છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે, ગુરુદેવજી કહેતા હતા કે, આપણે એવી એક વ્યવસ્થા ઊભી કરીએ જેનાં પ્રત્યે આપણા મનમાં કોઈ ડર ન હોય, આપણું માથું ગર્વથી ઊંચુ થાય તેમજ આપણું જ્ઞાન બધા બંધનોથી મુક્ત હોય. આજ રોજ દેશ રાષ્ટ્રીય શિક્ષા નીતિનાં માધ્યમ દ્વારા આ ઉદ્દેશ્યને પૂરા કરવા માટેનો પ્રયાસ કરે છે. ભારત દેશની આત્મા, ભારત દેશની આત્મનિર્ભરતા તેમજ ભારત દેશનું આત્મ સન્માન એકબીજાની સાથે જોડાયેલા છે. ભારત દેશનાં આત્મ સન્માનની રક્ષા માટે તો બંગાળની પેઢીઓ દ્વારા તેનું બલિદાન આપવામાં આવ્યું છે.

PM નરેન્દ્ર મોદીએ વધારેમાં જણાવ્યું છે કે, ગુરુદેવે આપણને સ્વદેશી સમાજનો સંકલ્પ આપ્યો હતો. તે આપણા ગામડાંઓ, ખેતીને આત્મનિર્ભર જોવા માંગતા હતા. તેઓ વાણિજ્ય, વેપાર, કળા, સાહિત્યને આત્મનિર્ભર જોવા ઈચ્છતા હતા. વિશ્વ ભારતી માટે ગુરુદેવનું વિઝન આત્મનિર્ભર ભારતનો પણ સાર છે. આત્મનિર્ભર ભારત અભિયાન પણ વિશ્વ કલ્યાણ માટે ભારતનાં કલ્યાણનો માર્ગ છે. આ અભિયાન, ભારત દેશને સશક્ત કરવા માટેનું અભિયાન છે, ભારત દેશની સમૃદ્ધિથી વિશ્વમાં સમૃદ્ધિ લાવવા માટેનું અભિયાન છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે, વિશ્વભારતી, મા ભારતી માટે ગુરુદેવનાં ચિંતન, દર્શન તેમજ પરિશ્રમનો એક સાકાર અવતાર છે. ભારત માટે ગુરુદેવે જે સપનું જોયું હતું, તે સપનાને પૂરુ કરવા ભારત દેશને સતત ઊર્જા આપનારું એક આરાધ્ય સ્થળ છે. વિશ્વભારતીનાં ગ્રામોદયનું કામ પહેલેથી પ્રશંસનીય રહ્યું છે. તમે વર્ષ 2015માં જે યોગ ખાતાનો પ્રારંભ કર્યો હતો, તે આજ રોજ ઘણું સારું કામ કરે છે.

વડાપ્રધાન મોદીની આ સ્પીચમાં રવીન્દ્રનાથ ટાગોરનાં ગુજરાત રાજ્યનાં કનેક્શન વિશે વાત કરવાનો તૃણમૂલ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવ્યો છે. એમનાં દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં એમણે સવાલો ઉઠાવ્યા હતાં કે, વડાપ્રધાન મોદી અવાર નવાર રવીન્દ્રનાથ ટાગોરનું ગુજરાત કનેક્શન વિશે કેમ વાત કરતા હતા. ટાગોર કાયમ એવાં રાષ્ટ્રવાદનો વિરોધ કર્યો છે, જે હિંસાને વધારો આપતો હોય. તેનાં દ્વારા જાધવપુર યુનિવર્સિટીની વાત ન કરીને સતત બંગાળનું અપમાન કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *