વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ આજે 7 જેટલી ડિફેન્સ કંપનીઓનું ઉદ્ઘાટન કરીને નિવેદન આપવામાં આવ્યું હતું કે, દેશની સેનાને આત્મનિર્ભર ભારત (Self-reliant India) હેઠળ સૌથી મોટી મિલટ્રી પાવર બનાવવામાં આવશે. દશેરા (Dussehra) નાં દિવસે ભારતમાં પહેલાથી શસ્ત્ર પૂજનની પરંપરા રહેલી છે ત્યારે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને નવી 7 ડિફેન્સ કંપનીઓ આપી છે.
દેશને સૌથી મોટી મિલટ્રી પાવર મળશે:
એકસાથે 7 જેટલી કંપનીઓનું લોન્ચિગ કર્યા પછી PM નરેન્દ્ર મોદી બોલ્યા હતા કે, આપણે દેશને હથિયારો તથા અન્ય રક્ષા ઉપકરણો મામલે આત્મનિર્ભર બનાવાનો છે. આની સાથે જ તેમણે જણાવ્યું હતું કે, અમારી સરકાર આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ દેશને સૌથી મોટી મિલટ્રી પાવર આપવાનું લક્ષ્ય રાખે છે. આ કંપનીઓ દેશને હથિયાર, સૈન્ય તથા ઉપકરણોની તકનીક હાંસલ થશે.
રિસર્સ-ઈનોવેશનથી દેશની પરિભાષા નક્કી થશે:
PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ આ કંપનીઓને અગાઉથી 65, 000 કરોડનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. ખુબ સારુ ઉત્પાદન થવાને કારણે આપણી તાકાત તથા ક્વોલીટી છબીને વધુ મજબૂત કરશે. આની ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, રિસર્સ-ઈનોવેશનથી દેશની પરિભાષા નક્કી થાય છે કે, જેથી આ દેશના ગ્રોથનું સૌથી મોટું ઉદાહરણ છે.
શું કામ કરશે કંપનીઓ?
આ કંપનીઓ દારૂગોળો તથા વિસ્ફોટકો, વાહનો, હથિયારો તથા સાધનો, લશ્કરી સુવિધાની વસ્તુઓ, ઓપ્ટો-ઇલેક્ટ્રોનિક્સ ગિયર, પેરાશૂટ તથા આનુષંગિક ઉત્પાદનોનું ઉત્પાદન કરવામાં આવશે. આ કંપનીઓના હથિયારોનું ઉત્પાદન ભારતીય સેનાને મજબૂત બનાવશે.
આ કંપનીઓમાં એડવાન્સ્ડ વેપન્સ એન્ડ ઇક્વિપમેન્ટ ઇન્ડિયા લિમિટેડ, ટ્રૂપ કમ્ફર્ટ્સ લિમિટેડ, ઇન્ડિયા ઓપ્ટેલ લિમિટેડ, મ્યુનિશન ઇન્ડિયા લિમિટેડ, અવની આર્મર્ડ વ્હીકલ્સ, ગ્લાઇડર્સ ઇન્ડિયા લિમિટેડ, યંત્ર ઇન્ડિયા લિમિટેડ સામેલ છે. સરકાર અપેક્ષા રાખે છે કે, સાત જેટલી નવી વ્યાવસાયિક રીતે સંચાલિત સંસ્થાઓ વધારે સારી ક્ષમતાના ઉપયોગ મારફતે બજારમાં હિસ્સો વધારશે તેમજ નિકાસની નવી તકોનો પણ લાભ લેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.