‘જયશ્રી રામ…’ ના જયનાદ સાથે સૌરાષ્ટ્રના સૌથી ઉંચા 54 ફૂટના રાવણનું રાજકોટમાં કરાયું દહન- જુઓ live દ્રશ્યો

ગુજરાત: રાજકોટ (Rajkot) માં કોરોનાકાળ (Coronal period) માં છેલ્લા દોઢ વર્ષ જેટલા સમયથી તહેવારો (Festivals) ની ઉજવણી થઇ શકતી ન હતી તેમજ કેટ-કેટલાય પરંપરાઓ પણ તૂટી ગઈ હતી. કોરોનાની બીજી ઘાતક લહેર પુરી થયા પછી રાજ્ય સરકારે નિયમોમાં છૂટછાટ આપતા ગત વર્ષે બંધ રહેલા નવરાત્રિ (Navratri) ની ઉજવણી માટે છૂટ આપવામાં આવી હતી.

જયારે એક વર્ષના બ્રેક પછી આ વર્ષે વિજયાદશમીના દિવસે રાવણ દહનનું આયોજન કરાયું છે. શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં સૌરાષ્ટ્રના સૌથી ઉંચા 54 ફૂટ રાવણનું જયશ્રી રામ.. ના નાદ સાથે તેમજ આતશબાજી સાથે દહન કરવામાં આવ્યું હતું. જેને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળનું આયોજન:
રાજકોટમાં આવેલ રેસકોર્સ મેદાનમાં દર વર્ષે સૌરાષ્ટ્રના સૌથી મોટા રાવણ દહનનું આયોજન ‘વિશ્વ હિન્દુ પરિષદ’ દ્વારા કરાતું હોય છે. ગત વર્ષે કોરોનાને લીધે રાવણ દહનની ઉજવણી થઇ શકી ન હતી પણ આ વર્ષે કોરોના કેસ નહીવત થતા રાજ્ય સરકારે નિયમોને આધિન નવરાત્રિની ઉજવણીની પરવાનગી અપાતા ‘વિશ્વ હિન્દુ પરિષદ’ દ્વારા ગઈકાલે રાવણ દહનનું આયોજન કરાયુ તું કે, જેમાં ભવ્ય આતશબાજી કરી બાદમાં 54 ફૂટ ઊંચા રાવણ તથા 30-30 ફૂટ ઊંચા મેઘનાથ તેમજ કુંભકર્ણના પૂતળાનું દહન કરાયું હતું.

કોરોના ગાઇડલાઇન હેઠળ કાર્યક્રમ યોજાયો:
‘વિશ્વ હિન્દુ પરિષદ’ના ચીમનભાઈ સિંધવ જણાવે છે કે, આ વર્ષ દરમિયાન કોરોના ગાઇડલાઇન સહિતના નિયમો અંતર્ગત રાવણદહનનો કાર્યક્રમ યોજયો હતો કે. જેમાં ભવ્ય આતશબાજી પછી રાવણ, મેઘનાથ તથા કુંભકર્ણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *