PM મોદીએ સુરતીલાલાઓને આપી અનોખી ભેટ: હજીરાથી દીવ વચ્ચે શરૂ થશે ક્રૂઝ, જાણો ભાડું અને સુવિધા

મોદી સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ માટે ક્રુઝ શરૂ કરવામાં આવ્યા બાદ સુરતવાસીઓને વધુ એક ભેટ આપી છે. આગામી સમયમાં સુરતના હજીરાથી દીવ વચ્ચે ક્રુઝ શરૂ થશે. આજે સુરત (હઝીરા)થી દીવ વચ્ચે ક્રૂઝ સેવાની વર્ચ્યુઅલ શરૂઆત કેન્દ્રીય પોર્ટ્સ,શિપિંગ અને વોટરવેઝમંત્રી મનસુખ માંડવિયા સાંજે 04.30 કલાકે કરાવશે.

આજરોજ સુરતનાં હજીરા પોર્ટ (Hazira port) (એસ્સાર પોર્ટ)થી દીવ (Diu) વચ્ચે ‘ક્રુઝ’ (Cruise) સેવાની શરૂઆત આજે 31 માર્ચના રોજ થવા જઇ રહી છે. કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ અને વોટરવેઝ મંત્રી મનસુખ માંડવિયાના (Mansukh Mandaviya) હસ્તે આજે સાંજે 4.30 કલાકે હજીરા ખાતેથી વર્ચ્યુઅલી (virtual) કરવામાં આવશે.

જોકે, ક્રૂઝ સર્વિસ ક્યારથી શરૂ થશે અને એનો સમય શું હશે એની જાણકારી નજીકના દિવસોમાં આપવામાં આવશે. હઝીરા-દીવની સર્વિસ સાથે ખાસ સુરતીઓ દરિયાઇ મુસાફરીનો આનંદ માણી શકે એ માટે હઝીરાથી હઝીરાની હાઇ સી ટ્રિપની પણ શરૂઆત કરવામાં આવશે. સુરત (હઝીરા)-દીવ વચ્ચે શરુ થનારી ક્રૂઝની કેપેસિટી 300 પેસેન્જરની છે. હઝીરાથી દીવ પહોંચાડવામાં ક્રૂઝને 13થી 14 કલાકનો સમય લાગશે.

સિંગલ ટ્રિપના ભાડામાં ફૂડનો સમાવેશ
ક્રૂઝની 900 રૂપિયાની ટિકિટની સાથે ફૂડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે વીઆઇપી લાઉન્જમાં અનલિમિટેડ ફૂડ અને શિપના તમામ ભાગમાં ફરવા માટેનું ભાડું 3000 રૂપિયા રાખવામાં આવ્યું છે, જે ટ્રિપના એન્ટ્રી ભાડા ઉપરાંત લેવામાં આવશે. હઝીરા-દીવ વચ્ચે શરુ થનારી ક્રૂઝમાં 16 કેબિનો છે, જે મુસાફર એકલા માટે અથવા બે વ્યક્તિ માટે બુક કરાવી શકે છે. આ ઉપરાંત ક્રૂઝમાં ગેમિંગ લાઉન્જ, વીઆઈપી લાઉન્જ અને એન્ટરટેઇનમેન્ટ ઓન ડેક પણ હશે.

ગેમિંગ લાઉન્જમાં ગેમ રમવા માટે કેબિન બુક કરાવનાર મુસાફરને સિંગલ વ્યક્તિ માટે 500 કોઈન અને બે મુસાફરો વચ્ચે 1000 કોઈન આપવામાં આવશે જે રિફંડેબલ હશે નહિ. આ સાથે હઝીરા-દીવ વચ્ચે શરૂ થનારી ક્રૂઝમાં એન્ટ્રી માટે ક્યુઆર કોડનો ઉપયોગ કરાશે. વિઝિટર અને ગેસ્ટ એટલે કે પેસેન્જર માટે અલગ અલગ ક્યુઆર કોડ હશે. ફક્ત ગેસ્ટ જ ક્રૂઝમાં મુસાફરી કરી શકશે. વિઝિટરો ક્રૂઝ ઊપડતાંની સાથે જ ટર્મિનલ છોડવાનું રહેશે.

300 પેસેન્જરની કેપેસીટી ધરાવતા આ ક્રુઝમાં 16 જેટલી કેબીન પણ આવેલી છે. આ ક્રુઝ અઠવાડીયામાં દીવની બે રાઉન્ડ ટ્રીપ કરશે. આ ઉપરાંત શુક્રવાર, શનિવાર અને રવિવારનાં દિવસે સુરત હાઇ-સીમાં મુસાફરી કરાવશે. આ ક્રુઝ ગેમીંગ લાઉન્જ, વી.આઈ.પી. લાઉન્જ, એન્ટરટેઈનમેન્ટ ઓન ડેક વિગેરે આધુનિક સુવિધાઓથી સજ્જ છે.

ચાર માસ પૂર્વે જ માન. પ્રધાનમંત્રીશ્રીનાં હસ્તે ‘હજીરા-ધોધા’ રો-પેક્સ સેવાની શરૂઆત ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી છે. માત્ર 4 માસમાં 1 લાખથી વધુ પેસેન્જર્સ તથા હજારો વાહનો દ્વારા આ સેવાનો લાભ લીધો છે. આ સેવાની ભવ્ય સફળતા બાદ હજીરાથી દીવ માટેનાં ક્રુઝ સેવાની શરૂઆત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનાં હસ્તે તા. 31-03-21ના રોજ વર્ચ્યુઅલી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *