એક બાઈક પર ત્રણ સવારીમાં જઈ રહ્યા હતા અચાનક દીપડાએ લગાવી છલાંગ અને…

વેકેશનમાં મોટાભાગનાં ગુજરાતીઓ ફરવાનું પસંદ કરતાં હોય છે ત્યારે ગુજરાતીઓના ફેવરિટ ટુરિસ્ટ સ્પોટ એવા રણથંભોરમાં દીપડા તથા બાઈકચાલકની વચ્ચે સર્જાયેલ અકસ્માતને એક વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર…

વેકેશનમાં મોટાભાગનાં ગુજરાતીઓ ફરવાનું પસંદ કરતાં હોય છે ત્યારે ગુજરાતીઓના ફેવરિટ ટુરિસ્ટ સ્પોટ એવા રણથંભોરમાં દીપડા તથા બાઈકચાલકની વચ્ચે સર્જાયેલ અકસ્માતને એક વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર દ્વારા કેમેરામાં કેદ કરી લીવામાં આવી છે.

આ ઘટનાએ રણથંભોરમાં પ્રાણીઓના જતન માટે લેવામાં આવતા પગલાં પર પ્રશ્નો ઉઠાવવાની સાથે જ અહીં વાહન લઈને કોઈપણ કઈ રીતે કોઈ રોકટોક વગર પસાર થઈ શકે છે તે પણ છત્તું કર્યું છે. રણથંભોર નેશનલ પાર્કમાં બનેલ આ ઘટનાને તસવીરોમાં જોઈ શકાય છે કે, એક બાઈક પર 3 લોકો જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા.

આ દરમિયાન અચાનક વચ્ચે દીપડો આવીને સીધો બાઈક પર જ કૂદતાં બાઈકસવારે કાબૂ ગુમાવ્યો હતો. દીપડા સાથેની ટક્કરને લીધે બાઈક પર જઈ રહેલ ત્રણેય લોકો પડી ગયા હતા. આ ઘટના શનિવારનાં રોજ અડ્ડાબાલાજી મંદિર પાસે બની હતી. બાઈક પરથી પડી ગયેલા 3 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી.

આ ઘટનાથી ગભરાયેલો દીપડો ત્યાંથી સેકન્ડોમાં જ ભાગી ગયો હતો. જો દીપડાએ બાઈક પર જઈ રહેલા લોકો પર છંછેડાઈને હુમલો કર્યો હોય તો શું થયું હોત તેની કલ્પના પણ ધ્રુજાવનારી છે. રણથંભોરનો મંદિર માર્ગ જંગલ વિસ્તારમાંથી પસાર થાય છે.

કિલ્લાની અંદર આવેલ મંદિરમાં જવાનો માર્ગ રણથંભોર નેશનલ પાર્કના મુખ્ય દરવાજા પાસેથી જ નીકળે છે. આ રસ્તા પર સોમ, મંગળ, ગુરુ તથા શુક્રવારે જ વાહનો પસાર થઈ શકે છે. જો કે, ટુ વ્હીલર માટે આવા કોઈ નિયંત્રણ નથી.આ ઘટનાની તસ્વીરો લેનાર શ્રીધર શિવરામ જણાવે છે કે, રણથંભોરના સત્તાધીશોએ આ રસ્તા પર લોકોની મુક્ત અવરજવર પર નિયંત્રણ મૂકવા ખુબ જરુરી છે.

જો દીપડાને બદલે વાઘ હોત તો શું થયું હોત તેની કલ્પના પણ રુંવાડા ઉભા કરી દે તેવી છે. રણથંભોરના ચીફ કન્ઝર્વેટર ટીસી વર્મા જણાવે છે કે, વ્યસ્ત દિવસોમાં અહીં ખાનગી વાહનોની અવરજવર પર અગાઉથી જ નિયંત્રણો મૂકવામાં આવેલ છે. આ અકસ્માત વિશે પણ તેમણે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

મંદિરમાં દર્શન કરવા માટે આવતા લોકો તથા રણથંભોરની મુલાકાતે આવતા ટુરિસ્ટનો વન્યજીવોની સાથે સામનો થવાની ઘટના દિવસેને દિવસે સતત વધતી જઈ રહી છે. હજુ 21 જાન્યુઆરીએ જ ગણેશ મંદિરથી પાછાં ફરી રહેલ પ્રવાસીઓનો સામનો વાઘ સામે થઈ ગયો હતો. તેમણે જ્યાં ગાડી પાર્ક કરી ત્યાં જ એક દીવાલ પર વાઘ છલાંગ લગાવીને બેસી ગયો હતો.

અહીં આવેલા ગણેશ મંદિરમાં એક વર્ષમાં લગભગ 12 લાખ લોકો દર્શન કરવા માટે આવતા હોવાનો અંદાજ રહેલો છે. જેને લીધે વન્યપ્રાણીઓને ખલેલ પડતી હોય છે. કેટલાંક ટુરિસ્ટ નિયમોનો ભંગ કરીને જંગલની અંદર પણ જતા રહેતાં હોય છે, અહીં વાહનો પણ આસાનીથી મળી જતા હોવાને લીધે ટુરિસ્ટની અવરજવર પર કાબૂ કરવો અઘરો બની જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *