RapidX Train News: આજે દેશને તેની પ્રથમ RapidX ટ્રેન મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11.15 વાગ્યે દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ RRTS કોરિડોરના 17 કિલોમીટર લાંબા પ્રથમ ભાગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તે દરમિયાન PM મોદીએ રેપિડએક્સ ટ્રેનને લીલી ઝંડી આપી છે.RapidX ને ‘નમો ભારત’ નામ આપવામાં આવી રહ્યું છે.આ ટ્રેન સામાન્ય લોકો માટે 21 ઓક્ટોબર એટલે કે શનિવારથી શરુ કરી દેવામાં આવશે.
RapidX ટ્રેન શું છે?
દેશમાં પ્રાદેશિક કનેક્ટિવિટી મજબૂત કરવા માટે રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS) પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે. RRTS એ નવી રેલ-આધારિત, અર્ધ-હાઈ સ્પીડ, હાઈ ફ્રિકવન્સી કોમ્યુટર ટ્રાન્ઝિટ સિસ્ટમ પણ મુકવામાં આવી છે. આનાથી દિલ્હી NCRના લોકોને આ ક્ષેત્રમાં એકીકૃત મુસાફરી કરવાની સુવિધા મળશે.
નેશનલ કેપિટલ રિજન (NCR)માં કુલ આઠ RRTS કોરિડોર ઓળખવામાં આવ્યા છે, જેમાંથી ત્રણ કોરિડોર તબક્કા-1માં વિકસાવવાના છે. જેમાં દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોર, દિલ્હી-ગુરુગ્રામ-SNB-અલવર કોરિડોર અને દિલ્હી-પાનીપત કોરિડોરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ક્યાંથી ક્યાં સુધી RapidX ચાલશે?
દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોર 82 કિલોમીટર લાંબો રૂટ છે. તે ગાઝિયાબાદ, મુરાદનગર અને મોદીનગરમાંથી પસાર થઈને 1 કલાકથી ઓછા સમયમાં દિલ્હીથી મેરઠને જોડી શકશે. જો કે, હાલમાં આ તબક્કામાં PM મોદી સાહિબાબાદથી દુહાઈ ડેપો સુધીના 17 કિલોમીટરના કોરિડોરનું ઉદ્ઘાટન કરશે.
સ્ટેશનો ક્યા ?
પહેલા તબક્કામાં કુલ 5 સ્ટેશન સાહિબાબાદ, ગાઝિયાબાદ, ગુલધર, દુહાઈ અને દુહાઈ ડેપો સ્ટેશન હશે.
મુસાફરો ક્યારે અને ક્યાંથી ક્યાં મુસાફરી કરી શકશે?
PM મોદી આજે એટલે કે 20 ઓક્ટોબરે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પરંતુ સામાન્ય મુસાફરો 21 ઓક્ટોબરથી આ ટ્રેનની મુસાફરી કરી શકશે. જોકે, હાલમાં આ ટ્રેન સાહિબાબાદથી દુહાઈ ડેપો સુધી દોડશે.
ટ્રેનનું ભાડું કેટલું હશે?
હાલમાં રેપિડએક્સ ટ્રેનનું ભાડું રૂ. 20 થી રૂ. 100 સુધીનું રાખવમાં આવ્યું છે. રેપિડએક્સના સ્ટાન્ડર્ડ ક્લાસમાં ભાડું 20 રૂપિયાથી શરૂ કરવામ આવ્યું. જ્યારે, પ્રીમિયમ વર્ગમાં લઘુત્તમ ભાડું 40 રૂપિયા હશે. સ્ટાન્ડર્ડ ક્લાસમાં સાહિબાબાદથી દુહાઈ ડેપોનું ભાડું 50 રૂપિયા હશે, જ્યારે પ્રીમિયમ ક્લાસમાં સાહિબાબાદથી દુહાઈ ડેપોના સમાન અંતરનું ભાડું 100 રૂપિયા હશે. NCRTCએ જણાવ્યું છે કે 90 સેમીની ઊંચાઈથી નીચેના બાળકો મફતમાં મુસાફરી કરી શકશે અને મુસાફરો 25 કિલો સુધીનો સામાન લઈ જઈ શકશે.
RapidX મેટ્રોથી કેટલું અલગ છે?
રેપિડએક્સ સુવિધા, સ્પીડ અને સ્ટાઇલના સંદર્ભમાં મેટ્રોથી અલગ છે. રેપિડએક્સ 180 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. જે મેટ્રોની સરખામણીમાં લગભગ 3 ગણું છે. RapidX ની સફર તમને પ્લેનમાં મુસાફરી કરી રહ્યા છો તેવું લાગશે. તેમાં એડજસ્ટેબલ આરામદાયક સીટો લગાવવામાં આવી છે, તે ઉપરાંત ઉભા રહીને મુસાફરી કરતા મુસાફરોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. રેપિડએક્સમાં લગેજ સ્પેસ, ઈન્ટીગ્રેટેડ એસી સિસ્ટમ, ઓટોમેટિક ડોર કંટ્રોલ સિસ્ટમ છે, જે મેટ્રોમાં જોવા મળતી નથી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube