શું વિરાટ કોહલીની સદી પૂરી થાય તે માટે અમ્પાયરે જાણી જોઈને ન લીધો વાઈડનો નિર્ણય? જાણો શું છે ICCનો નવો નિયમ

Virat Kohli Controversial Umpire Decision: ભારતે ગઈકાલે બાંગ્લાદેશ સામેની મેચમાં 7 વિકેટ જીત મેળવી હતી.આ મેચમાં કોહલીએ સદી ફટકારી હતી. જો કે મેચ દરમિયાન અમ્પાયરના…

Virat Kohli Controversial Umpire Decision: ભારતે ગઈકાલે બાંગ્લાદેશ સામેની મેચમાં 7 વિકેટ જીત મેળવી હતી.આ મેચમાં કોહલીએ સદી ફટકારી હતી. જો કે મેચ દરમિયાન અમ્પાયરના એક નિર્ણયને લઈને ભારે ચર્ચા નો વિષય બની ગયો છે.કેટલાક લોકોએ કોહલીની સદી માટે આ નિર્ણય(Virat Kohli Controversial Umpire Decision) આપ્યો છે તેવું કહી રહ્યા છે અને જયારે કેટલાક લોકો આ નિર્ણયને યોગ્ય ઠેરવી રહ્યા છે.જાણો શું છે સમગ્ર મામલો અને ICCનો વાઈડ બોલનો નવો નિયમ શું છે.

વિરાટે શાનદાર સદી ફટકારી
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી વર્લ્ડ કપ 2023ની 17મી મેચમાં વિરાટ કોહલીએ 97 બોલમાં 6 સિક્સ અને ચાર ચોકાની મદદથી અણનમ સદી ફટકારીને ટીમને જીત આપવી છે. જો કે કોહલીની આ સદી દરમિયાન અમ્પાયર રિચાર્ડ કેટલબરો ના એક નિર્ણયની ક્રિકેટ ચાહકોતેમજ વિવેચકોમાં હાલ એક ચર્ચા થઈ રહી છે અને સોશ્યલ મીડિયા પર આ ટોપિક ખુબ જ ચર્ચાઈ રહ્યો છે. આ નિર્ણય અંગે બે મત સામે આવી રહ્યા છે જેમાં કેટલાક લોકો અમ્પાયરની ટીકા કરી રહ્યા છે જ્યારે કેટલાક લોકો અમ્પયારને સાચા પણ કહી રહ્યા છે.

અમ્પાયર રિચર્ડ કેટલબરો પર સવાલો ઉઠ્યા
નિર્ણય ત્યારે લેવામાં આવ્યો જ્યારે ભારતને જીતવા ખાલી બે રનની જરુર હતી અને કોહલી સદીથી ત્રણ રન બાકી હતા. તે દરમિયાન નસુમ અહેમદે બોલને લેગ સાઈડ પર ફેંક્યો હતો અને વિકેટકિપરે તે બોલને ક્લેક્ટ કર્યો હતો. જો કે અમ્પાયરે આ બોલને વાઈડ આપ્યો ન હતો. આ કારણે અમ્પાયર રિચાર્ડ કેટલબરો પર સવાલો ઉઠી રહ્યા છે કે વિરાટની સદી માટે વાઈડ બોલ આપ્યો ન હતો. જો કે આ ICCએ ગયા વર્ષે કેટલાક નિયમો ફેરફારો કર્યા હતા જેમાં વાઈડ બોલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

વાઈડ બોલનો નવો નિયમ શું છે ?
સામાન્ય રીતે લેગ સાઈડ પર વિકેટની બહારથી નીકળતા બોલને અમ્પાયર વાઈડ બોલ તરીકે જાહેર કરતા હોય છે પણ ICCના નવા નિયમ અનુસાર જો બેટ્સમેન બોલ ફેંક્યા પહેલા જ પોતાનો સ્ટાન્સ બદલી નાખે અને બોલ બેટ્સમેન પહેલા જ્યા ઉભો હતો ત્યાંથી પસાર થાય તો ફિલ્ડ અમ્પાયરને બેટ્સમેનની સ્થિતિને ધ્યાનમાં લઈને આ નિર્ણય આપવનો હોય છે, ફ્કત વિકેટથી બોલના અંતરને ધ્યાનમાં રાખીને વાઈડ બોલ આપી શકાતો નથી.

ICCના નિયમ 22.1માં સુધારો કરવામાં આવ્યો હતો. બાંગ્લાદેશની મેચમાં કોહલી પહેલા લેગ સ્ટમ્પની બહાર ઉભો હતો પરંતુ જ્યારે નસુમે બોલ ફેક્યો તે પહેલા જ કોહલી ઓફ સ્ટમ્પ તરફ પોતાની પોઝિશન ફેરવી હતી અને બોલ લેગ સાઈડમાંથી કીપર પાસે ગયો હતો. જો કોહલીએ પોતાની પોઝિશન ચેન્જ ન કરી હતો તો બોલ તેના પેડ સાથે અથડાયો હોત. આ સ્થિતિમાં અમ્પાયરે જે નિર્ણય લીધો તે યોગ્ય છે અને નવા નિયમ અનુસાર તેમાં કઈપણ ખોટું થયું ન હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *