PM મોદીએ આપ્યો વોટ: એક કલાકમાં 5% વોટીંગ- જાણો સૌથી વધુ અને ઓછું ક્યાં થયું મતદાન

ગુજરાત(Gujarat):આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો પર સવારના 8 વાગ્યાથી મતદાન શરુ થઇ ચુક્યું છે. રાજ્યના 14 જિલ્લાના 26 હજાર 409 મતદાન મથકો…

ગુજરાત(Gujarat):આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો પર સવારના 8 વાગ્યાથી મતદાન શરુ થઇ ચુક્યું છે. રાજ્યના 14 જિલ્લાના 26 હજાર 409 મતદાન મથકો પર મતદાન શરૂ થઇ ગયું છે. જેમાં 8,533 શહેરી મતદાન મથકો અને 17 હજાર 876 ગ્રામ્ય વિસ્તારના મતદાન મથકોનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે, આજે 14 જિલ્લાના 2 કરોડ 51 લાખ 58 હજાર 730 મતદારો પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરશે. બીજા તબક્કાની 93 બેઠકો પર કુલ 833 ઉમેદવારો ચુંટણી મેદાનમાં છે. મતદાનના બીજા તબક્કામાં મુખ્યમંત્રી, 8 મંત્રી અને 60 સિટીંગ ધારાસભ્યો સહિત ભાજપ, કોંગ્રેસ-NCP અને આપના 279 ઉમેદવારો સહિત કુલ 833 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે. 

એક કલાકમાં સરેરાશ 5% થયું મતદાન:
જો વાત કરવામાં આવે તો એક કલાકમાં 5% જેટલું મતદાન થયું છે. જેમાં સૌથી વધુ ગાંધીનગરમાં 7 % અને સૌથી ઓછું દાહોદમાં 3.37 % મતદાન નોંધાયું છે. જ્યારે ગાંધીનગર ઉત્તર સીટ પર સૌથી વધુ 13 % મતદાન થયું છે. વડાપ્રધાન મોદીએ અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું છે. જ્યારે તેમના માતા હીરા બા ગાંધીનગરમાં રાયસણ ગામ ખાતે મતદાન કરશે.

PM મોદીએ કર્યું મતદાન:
મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું છે. PM મોદી મતદાન કરવા પહોંચી રહ્યા હોવાથી રાણીપ ખાતે મોટી સંખ્યામાં સમર્થકો પણ ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, લાઇનમાં ઊભા રહીને PM મોદીએ મતદાન કર્યું હતું.

દિગ્ગજ નેતાઓએ કર્યું મતદાન:
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શીલજ બુથ પર મતદાન કર્યુ હતું. ગુજરાત કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ આંકલાવ ખાતે મતદાન કર્યુ છે. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ દેદરડા ગામના સ્થાનિકો સાથે રહીને મતદાન કર્યું છે. ભાજપ નેતા શંકર ચૌધરીએ રાધનપુરના વડનગર ખાતે મતદાન કર્યું, શંકર ચૌધરી થરાદ બેઠકથી ભાજપના ઉમેદવાર છે. થરાદમાં ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે અને વાવમાં ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું છે. ગોધરાના ભાજપના ઉમેદવાર સી.કે.રાઉલજીએ પરિવાર સાથે મતદાન કર્યું છે. રાધનપુર કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈએ વલ્લભનગર પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું છે. દેવગઢ બારીયાના ભાજપના ઉમેદવારે બચુભાઈ ખાબડે પીપેરો મતદાન મથકમાં મતદાન કર્યું છે. મહેસાણાના ભાજપના ઉમેદવાર મુકેશ પટેલે મતદાન કર્યું છે.

આ બેઠકો ગણાય છે હાઈપ્રોફાઇલ બેઠકો:
મહત્વનું છે કે, આજે જે સીટ પર મતદાન થઈ રહ્યું છે તેમાં મહત્ત્વની ગણાતી બેઠકોમાં અમદાવાદ ઘાટલોડિયા, નરોડા, વટવા, વિસનગર, થરાદ, મહેસાણા, વિરમગામ,વડગામ ગાંધીનગર (દક્ષિણ), ખેડબ્રહ્મા, માંજલપુર, વાઘોડિયા, ખેરાલું, દસક્રોઇ, છોટા ઉદેપુર, સંખેડા વગેરે બેઠકોનો સમાવેશ થાય છે.

આજે મતદાનના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન પ્રક્રિયા શરુ થઇ ગઈ છે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરાના લોકો પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરશે.

8 ડિસેમ્બરે જાહેર થશે ચૂંટણીનું પરિણામ:
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *