સુરતના કતારગામમાં રહેતા ખેડૂતને ગૌચર જમીન વેચી મારી સરપંચે કરોડો રૂપિયા ખંખેરી લીધા- જાણો શું છે મામલો

Crore fraud in Surat: સુરત શહેરમાંથી છેતરપિંડીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના કતારગામ ખાતે રહેતા ખેડૂતને ખોલવાડના સરપંચે ગૌચર જમીન વેચી મારી કરોડોની…

Crore fraud in Surat: સુરત શહેરમાંથી છેતરપિંડીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના કતારગામ ખાતે રહેતા ખેડૂતને ખોલવાડના સરપંચે ગૌચર જમીન વેચી મારી કરોડોની છેતરપિંડી આચરી હતી. હાલ આ મામલો સરથાણા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

મૂળ અમરેલીના લાઠીના દુધાળા ગામના વતની અને હાલ સુરતના કતારગામમાં રહેતા 66 વર્ષીય વલ્લભભાઈ શંભુભાઈ રાદડિયા વ્યવસાયે ખેડૂત, હીરા અને પ્લોટ લે-વેચનો ધંધો કરે છે. વલ્લભભાઈ ભાગીદારીમાં સંતોષી ચેરીટેબલ ટ્રસ્ટ પણ ચલાવે છે. વર્ષ 2004માં ટ્રસ્ટને જમીનની જરૂરિયાત પડી હતી, અને તેમની ઓળખાણ જમીન દલાલીનું કામકાજ કરતા યુસુફ રસુલ મહીડા સાથે થઈ હતી. કામરેજના રહેવાસી યુસુફ સાથે વલ્લભભાઈની જમીન મામલે વાત થઈ હતી.

યુસુફે વાલાગ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હમીદ કાલું મહીડા સાથે વલ્લભભાઈ નો પરિચય કરાવ્યો હતો. વલ્લભભાઈએ કામરેજ વિસ્તારમાં પોતાના ટ્રસ્ટ માટે જમીનની જરૂરિયાત અંગે જણાવ્યું હતું. હમિદે વલ્લભભાઈને સરથાણા કામરેજ ની સીમમાં આવેલી એક ગ્રામ પંચાયતની ગૌચર જમીન બતાવી હતી.

હમીદ મહીડાએ પોતે વાલક સરથાણા ગામના ડેપ્યુટી સરપંચ છે તેવું જણાવ્યું હતું. આટલું જ નહીં હમીદ મહીડાએ એમ પણ જણાવ્યું હતું કે, તે પોતે સરપંચની સત્તા પ્રમાણે સરકારને ગ્રામ પંચાયતની જમીન આપેલી છે અને જમીન વેચાણ કરવાનો તેઓ હકદાર છે, તેવું જણાવ્યું હતું. ત્યારબાદ વલ્લભભાઈને જમીન પસંદ આવતા 3.40 કરોડ રૂપિયામાં આ સોદો નક્કી થયો હતો.

વલ્લભભાઈ ટુકડે ટુકડે કરીને તમામ રૂપિયા ચૂકવી દીધા હતા. ત્યારબાદ વલ્લભભાઈ દ્વારા અવારનવાર તેમની પાસે જમીનનો કબજો માંગતા દલાલ યુસુફ અને હમીદ મહીડા ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. વલ્લભભાઈ ને શંકા જતા પૈસા પરત માંગવાનું શરુ કર્યું હતું. ઘણીવાર માંગણી કરવા છતાં પણ ન પૈસા મળ્યા… ન તો જમીન.

છેતરપિંડી નો ભોગ બનેલા વલ્લભભાઈ, પોલીસ સ્ટેશનને પહોંચ્યા હતા. પોલીસે પણ હમીદ અને જમીનદાર આ યુસુફ મહિડા સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હમીદ મહીડાએ ભદનો દુરુપયોગ કરી આ છેતરપિંડી આચરી હતી. હામિદે જમીન વેચાણની સત્તા ન હોવા છતાં પણ વેચાણ કરી વલ્લભભાઈ પાસેથી કરોડો રૂપિયા પડાવી લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *