PM Modi એ શા માટે Surat આવવું પડ્યું? સી આર પાટીલ સામે પડેલા આ નેતા પણ ભરોસા પર ખરા ન ઉતર્યા

વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા સુરતમાં Surat આવીને નારાજ થયેલા પાટીદાર આગેવાનો અને પાટીદાર સમાજને ફરી પાછો આમ આદમી પાર્ટી…

સી આર પાટીલ અને મનસુખ માંડવીયાના જૂથવાદથી વિખાયેલા Surat ને ભેગુ કરવા PM Modi ને આવવું પડ્યું

વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા સુરતમાં Surat આવીને નારાજ થયેલા પાટીદાર આગેવાનો અને પાટીદાર સમાજને ફરી પાછો આમ આદમી પાર્ટી થી ભાજપ તરફ લઈ આવવા હવે પ્રધાનમંત્રી મોદીને PM Modi જાતે જ મેદાનમાં ઉતરવાનો વારો આવ્યો છે. આનંદીબેન પટેલ અને અમિત શાહના જૂથને બરાબર ચલાવનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વખતે ગુજરાતમાં મનસુખ માંડવીયા અને સી આર પાટીલના જૂથના કકળાટને પારખી શક્યા નહીં, જેને કારણે સુરત બે વિભાગમાં વહેંચાઈ ગયું છે.

સી આર પાટીલના સંગઠનમાં આંતરિક વિરોધને કારણે તેમના નજીકનાઓને ગુજરાત ભરમાં ટિકિટ અપાવી શક્યા નથી એવી ભાજપના જ સંગઠનમાં ચર્ચાઓ થઈ રહી છે. સી આર પાટીલનું માત્ર પોતાના લોકસભા ક્ષેત્રમાં જચાલ્યું છે છે. ટિકિટ વહેંચણીમાં અમિત શાહ જૂથ અને મનસુખ માંડવીયા જૂથ ભેગા મળીને સીઆર પાટીલ વિરુદ્ધ હિય તેવું દેખાયું છે.

સુરતના સૌરાષ્ટ્ર વાસી પટ્ટામાં ભાજપનો પ્રચંડ વિરોધ સી આર પાટીલ સમયસર ખાળી ના શકતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મનસુખ માંડવીયા ને જવાબદારી સોંપી હતી. ખુદ મનસુખ માંડવીયા છેલ્લા છ મહિનાથી સુરતના પાટીદાર વિસ્તારોમાં પ્રવાસ કરી રહ્યા છે. પરંતુ તેઓ પણ કોઈ પરિણામ લાવી શક્યા નથી.

સુરતમાં દોઢેક વર્ષની રાજકીય પરિસ્થિતિ બદલાઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એ જોરદાર એન્ટ્રી કરીને કોંગ્રેસનું સ્થાન લઈ લીધું છે. ત્યારે 2017માં આમ આદમી પાર્ટી ની કોઈ જમીન દેખાતી નહોતી અને 2022માં પાસ અને આપ ભેગું થઈ જતા ભાજપને મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે.

પાટીદાર અગ્રણીઓ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની ઈચ્છા અનુસાર સમાજમાં વ્યાપેલા રોષને ઠંડો પાડી શક્યા નથી. ત્યારે હવે નરેન્દ્ર મોદી સુરતમાં રાતવાસો કરીને વન ટુ વન બેઠકો કરીને આ વિરોધ કઈ રીતે ખાળી શકાય અને ડેમેજ કંટ્રોલ કરી શકાય તે બાબતે ચર્ચા કરશે.

અગાઉની ચૂંટણીઓમાં આ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરત માં આટલી મહેનત કરવી પડી નથી અને આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી PM Modi પોતે સુરતના એક વિસ્તારમાં પ્રચાર કરવા ડોર ટુ ડોર જશે તેવા અહેવાલ સામે આવ્યા છે.

હજી સુધી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સુરતમાં કોઈ જાહેર સભા કરી હોવાનું સામે આવ્યું નથી. બીજી તરફ મનસુખ માંડવીયા સતત સૌરાષ્ટ્રવાસી પાટીદારો વચ્ચે અલગ અલગ આગેવાનોને લઈને પહોંચી રહ્યા છે અને ડેમેજ કંટ્રોલ કરવાની કોશિશ કરી રહ્યા છે. તેને જોતા સ્પષ્ટ છે કે સી આર પાટીલને પોતાને પણ ભરોસો રહ્યો નથી કે પાટીદાર વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી બેઠકો કે ખોવાયેલો જનાધાર પાછો મેળવી શકશે.

વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર સીઆર પાટીલનું જૂથ તમામ બેઠકો પર જીતી રહ્યું છે. બીજી તરફ મનસુખ માંડવીયાએ જે સૌરાષ્ટ્રવાસી ઉમેદવારોની જવાબદારી લીધી છે. તેઓને જીત માટે પરસેવો આવી રહ્યો છે. જો સુરતમાં ભાજપ સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં બેઠકો ન મેળવી શકે તો મનસુખ માંડવીયાના રાજકીય કેરિયર પર પણ પ્રશ્નાર્થ ઉઠી શકે છે અને ભારતીય જનતા પાર્ટીનું ગઢ કહેવાતું સુરત પોતાનું નાક ગુમાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *