વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) ગુરુવારે સાંજે એટલે કે આજરોજ 4:30 કલાકે કોવિડ-19ને કારણે સર્જાયેલા પરિસ્થિતિ અંગે વીડિયો કોન્ફરન્સિંગ(Video conferencing) દ્વારા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે. ઝડપથી ફેલાતા કોરોના(Corona) મહામારીની ત્રીજી લહેર(third wave) વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને મહામારીને પહોંચી વળવા માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
ત્યારે આજે મળનારી બેઠકમાં કોરોના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરશે. જેમાં કોરોનાને લઈને કેટલાય મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે. આ સમીક્ષા બેઠકમાં આગામી સમયમાં કોરોનાના નિયમોને હજુ પણ કડક બનાવાઈ શકે છે. સાથે જ કેટલાય નવા પ્રતિબંધો લાદી શકાઈ છે. વડાપ્રધાન મોદી સાથેની આ બેઠક ખુબ જ મહત્વપૂર્ણ રહેશે.
PM મોદીએ બોલાવી CMની બેઠક, શું ફરી લોકડાઉન થશે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજ્યના મુખ્યમંત્રીઓ સાથેની બેઠક બાદ દેશમાં નિયંત્રણો વધુ કડક કરવામાં આવી શકે છે. કદાચ આ બેઠકમાં લોકડાઉન પર પણ વિચાર કરવામાં આવી શકે છે. પરંતુ અંતિમ નિર્ણય પીએમ મોદી જ લઈ શકશે. જણાવી દઈએ કે નવી દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં સ્થિતિ ઝડપથી બગડી રહી છે.
બેઠકમાં આ મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે:
આ બેઠક દરમિયાન ઓક્સિજન સિલિન્ડર, વેન્ટિલેટર, ICU, PSA પ્લાન્ટ, ઓક્સિજન બેડ, IT હસ્તક્ષેપ, માનવ સંસાધન અને રસીની સ્થિતિની સમીક્ષા કરી શકાય છે.
મહામારી આરોગ્ય ક્ષેત્રના મહત્વને રેખાંકિત કરે છે:
રવિવારના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તમિલનાડુમાં 11 સરકારી મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન કરતી વખતે કહ્યું હતું કે આવનારો સમય તે સમાજનો હશે જે આરોગ્ય સેવાઓમાં રોકાણ કરે છે. તેમણે કહ્યું કે કોવિડ-19ની મહામારીએ ફરીથી આરોગ્ય ક્ષેત્રના મહત્વને રેખાંકિત કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.