ભારત અને ચાઈના વચ્ચે ભારે તણાવ ચાલી રહ્યા છે. થોડા સમય પહેલા 20 જવાનો શહીદ થયા બાદ આ ચળવળ ખુબ ઉગ્ર બની હતી. ચીન સાથેના સરહદી તણાવ વચ્ચે આજે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ રામથાન કોવિંદની મુલાકાતે ગયા હતા. રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ મીટીંગ અડધો કલાક જેટલી લાંબી ચાલી હતી. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બંને વચ્ચેની મુલાકાતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. અચાનક ચીન સરહદની મુલાકાત લીધા બાદ પ્રધાનમંત્રી મોદીનું રાષ્ટ્રપતિને મળવું મોટા સંકેત માનવામાં આવે છે.
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ પણ મહત્વપૂર્ણ ટ્વિટ કર્યા હતા. વેંકૈયા નાયડૂએ જણાવતા લખ્યું હતું કે, “દેશ ઈતિહાસના અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આપણે હાલના સમયમાં એક સાથે અનેક આંતરીક અને બાહ્ય પડકારોનો સામનો કરી રહ્યાં છીએ. પરંતુ ભારત સામે જે પડકારો ઉભા કરવામાં આવી રહ્યાં છે તેનો સામનો કરવો એ આપણો દ્રઠ નિશ્ચય હોવો જોઈએ.”
પ્રધાનમંત્રી મોદી ગયા શુક્રવારના રોજ અચાનક જ ચીનને અડીને આવેલી સરહદ કે જ્યાં હાલ બંને દેશો વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે તેવા લેહની મુલાકાતે ગયા હતાં. અહીં નીમૂમાં પ્રધાનમંત્રીએ સેના, એરફોર્સ અને ITBP ના જવાનો સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ સેનાનો ઉત્સાહ વધાર્યો હતો. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ચીનને સ્પષ્ટ સંદેશ પણ આપી દીધો હતો. પીપલ્સ લિબરેશન આર્પીને ઈશારામાં જ જણાવી દીધું હતું કે ભારત સરકાર કોઈ પણ સ્થિતિમાં પોતાના સૈનિકોની પડખે ઉભી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલા સૈન્ય પાસેથી વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો હતો, ત્યાર બાદ તેમણે ફ્રંટલાઈન પર તૈનાત જવાનો સાથે વાતચીત કરી હતી.
પાછલા ઘણા સમયથી સરહદ પર ભારતે સૈનિકોને તૈનાત કર્યા છે. સાથે-સાથે યુદ્ધના વિમાનો, અટેક હેલિકોપ્ટર, મિસાઈલ ડિફેંટ સિસ્ટમ, દારૂ ગોળો સહિતની સામગ્રી પણ પહોંચાડી દીધી છે. આવા સમય વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અચાનક ચીન સરહદની મુલાકાત અને ત્યાર બાદ અચાનક રાષ્ટ્રપતિ સાથીની પ્રધાનમંત્રી મોદીની મુલાકાતથી એનક તર્ક-વિતર્ક વહેતા થયા છે. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વચ્ચેની આ મુલાકાત 30 મીનીટ જેટલી લાંબી ચાલી હતી. જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જેવા મહત્વના મુદ્દાઓ પર વાતચીત થઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news