હીરાબાની ચીર વિદાય: પંચમહાભૂતમાં વિલિન થયા હીરાબા, PM મોદીએ આપી મુખાગ્ની

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરા બા પંચમહાભૂતમાં વિલિન થયા છે. પીએમ મોદીએ માતાને મુખાગ્ની આપી. ગુજરાતના ગાંધીનગરમાં એક સ્મશાનભૂમિમાં સાદગીપૂર્ણ રીતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હીરા બાનું શુક્રવારે એટલે કે આજે સવારે 3.30 કલાકે નિધન થયું હતું. તેઓ 100 વર્ષના હતા.

PM મોદીના માતા હીરાબેન આજે પંચતત્વમાં વિલીન થયા. ગાંધીનગર સ્થિત મુક્તિધામમાં પીએમ નરેન્દ્ર મોદીએ માતા હીરા બાને મુખાગ્ની આપી હતી. આ દરમિયાન આખો પરિવાર હાજર હતો. મુખાગ્ની આપતી વખતે પીએમ મોદી ખૂબ જ ભાવુક દેખાયા.

હીરા બાએ અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. આ પછી તેમના પાર્થિવ દેહને પીએમ મોદીના નાના ભાઈ પંકજ મોદીના ઘરે લાવવામાં આવ્યા હતા. જ્યાં પીએમ મોદીએ પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી પીએમ મોદીએ પણ માતાના પાર્થિવ દેહને કાંધ આપી. આ પહેલા પીએમ મોદીએ ટ્વિટ કરીને માતા હીરા બાના નિધનની જાણકારી આપી હતી અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને શ્વાસ લેવામાં તકલીફ અને બ્લડ પ્રેશરની સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના માતા હીરાબેન ગાંધીનગર શહેર નજીકના રાયસણ ગામમાં વડાપ્રધાન મોદીના નાના ભાઈ પંકજ મોદી સાથે રહેતા હતા. વડા પ્રધાન નિયમિતપણે રાયસનની મુલાકાત લેતા હતા અને તેમની મોટાભાગની ગુજરાત મુલાકાતો દરમિયાન તેમની માતા સાથે સમય વિતાવતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *