હીરાબાની સ્વાસ્થ્યને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા સામે- CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, તબિયત…

ગુજરાત(Gujarat): PM મોદી(Narendra Modi)ના માતા હીરાબા(Hira Ba Health Update) નાદુરસ્ત તબિયતના કારણે હોસ્પિટલમાં એડમિટ હોવાને કારણે ગઈકાલે PM મોદી અમદાવાદ(Ahmedabad)ની યુ.એન.મહેતા હોસ્પિટલ(UN Mehta Hospital)માં પહોંચ્યા…

ગુજરાત(Gujarat): PM મોદી(Narendra Modi)ના માતા હીરાબા(Hira Ba Health Update) નાદુરસ્ત તબિયતના કારણે હોસ્પિટલમાં એડમિટ હોવાને કારણે ગઈકાલે PM મોદી અમદાવાદ(Ahmedabad)ની યુ.એન.મહેતા હોસ્પિટલ(UN Mehta Hospital)માં પહોંચ્યા હતા અને આ સાથે હોસ્પિટલમાં PM મોદી સહિત પરિવારના સભ્યો PM મોદીના ભાઈ પંકજભાઈ મોદી, સોમાભાઇ મોદી સહિતના પરિવાજનો પણ હાજર રહ્યા હતા. જોકે હવે હીરાબાની તબિયતને લઈ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હીરાબાની તબિયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. જેને લઈ હવે આગામી એકાદ દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવશે.

એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, PM નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયતમાં ઝડપથી સુધારો આવ્યો છે. ગઇકાલના રોજ સવારમાં તબિયત નાદુરસ્ત થતાં તેઓને અમદાવાદની U.N મહેતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ દ્વારા ગઈકાલે હેલ્થ બુલેટીન બહાર પાડ્યું હતું કે, તેઓની તબિયતમાં સુધારો થઇ રહ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂછ્યા હીરાબાના ખબર-અંતર:
આ બાજુ ગઇકાલ બાદ આજે સવારે ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યુ.એન.મહેતા હોસ્પિટલ પહોચ્યા છે. જે બાદમાં તેમણે જણાવતા કહ્યું હતું કે, હીરાબાની તબિયતમાં ખુબ જ ઝડપથી સુધારો આવી રહ્યો છે. જેથી આગામી એકાદ દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે.

મહત્વનું છે કે, આજે પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હીરાબાના ખબરઅંતર પૂછવા માટે યુએન મહેતા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ભુપેન્દ્ર પટેલે હોસ્પિટલમાંથી નીકળીને કહ્યુ હતું કે, હીરાબાની તબિયતમાં સુધારો આવી રહ્યો છે.  એકાદ દિવસમાં રજા પણ આપી દેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે હીરાબાને દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ બાદ સૌથી પહેલા ભુપેન્દ્ર પટેલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ભુપેન્દ્ર પટેલ પ્રધાનમંત્રી હોસ્પિટલથી નીકળે ત્યાં સુધી રોકાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *