અમદાવાદમાં ગ્રીષ્મા હત્યાકાંડ થતા-થતા રહી ગયો, ‘તું મારી સાથે લગ્ન કેમ કરતી નથી?’ -કહી યુવકે સગીરાના ગળા પર છરી ફેરવી દીધી

અમદાવાદ(Ahmedabad): શહેરમાં ગ્રીષ્મા હત્યાકાંડ(Grishma murder case) જેવી જ એક બીજી ઘટના ઘટતા ઘટતા રહી ગઈ હતી. એક તરફી પ્રેમમાં પાગલ વ્યક્તિએ સગીરાને પકડીને કહ્યું કે,…

અમદાવાદ(Ahmedabad): શહેરમાં ગ્રીષ્મા હત્યાકાંડ(Grishma murder case) જેવી જ એક બીજી ઘટના ઘટતા ઘટતા રહી ગઈ હતી. એક તરફી પ્રેમમાં પાગલ વ્યક્તિએ સગીરાને પકડીને કહ્યું કે, ‘તું મારી સાથે લગ્ન કેમ કરતી નથી?’ કહી ગળા પર છરી ફેરવી દીધી હતી જેને કારણે સગીરા લોહીલુહાણ થઇ ગઈ હતી. સગીરાએ જોરથી બૂમાબૂમ કરતાં આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે, સમગ્ર મામલે સગીરાએ એક તરફી પ્રેમમાં પાગલ યુવક સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરતા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, આરોપી યુવક છેલ્લા એક મહિનાથી સગીરાની પાછળ પાછળ ફરી રહ્યો હતો. જૂના વાડજ વિસ્તારમાં રહેતી સગીરાએ ભરત બોડાણા નામના વ્યક્તિ સામે છેડતી અને હત્યાની કોશિશની ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસ દ્વારા સગીરાની ફરિયાદ પરથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

મહત્વનું છે કે, સગીરા તેના પરિવાર સાથે રહે છે અને ઘરકામ કરે છે અને તે ગઈકાલે રાત્રે મરચું અને શાકભાજી લેવા માટે ગઈ હતી. આ દરમિયાન ભરત બોડાણા તેની પાછળ પાછળ આવ્યો હતો અને અને સગીરાના ગળા પર છરી મારીને હત્યાની કોશિશ કરી હતી. ભરત તેનો એક મહિનાથી પીછો કરી રહ્યો હતો. યુવક તેની સાથે વારંવાર પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. ગઈકાલે સગીરા ઘરેથી શાકભાજી લેવા નીકળી ત્યારે આરોપી ભરતે તેને ઊભી રાખી હતી અને કહ્યું હતું કે, ‘તું મારી સાથે લગ્ન કરવાની કેમ ના પાડે છે’ અને તરત જ સગીરાના ગળા પર છરી ફેરવી દીધી હતી.

જો વાત કરવામાં આવે તો સગીરાને ગંભીર ઈજા થતાં તે ઘટનાસ્થળે જ ઢળી પડી હતી. આ દરમિયાન આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આજુબાજુ લોકોએ તાત્કાલિક સગીરાને 108 એમ્બ્યુલન્સના માધ્યમથી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. હાલ સગીરાની હાલત નાજુક છે. વાડજ પોલીસ દ્વારા ભરત વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *