પ્રધાનમંત્રી મોદીએ આજે “પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2020” ના 49 જેટલા બાળ વિજેતાઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાળકોને જણાવતા કહ્યું કે, “હું મારા શરીરમાંથી નીકળતા પરસેવાથી ચહેરાની માલિશ કરૂ છું, તેથી મારો ચહેરો ચમકે છે.” બાળકોને સંબોધિત કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવતા કહ્યું કે, તમે જે કામ કર્યુ છે, તેને કરવાની વાત તો ઠીક, તેને વિચારવામાં પણ મોટા-મોટા લોકોનો પરસેવો છૂટી જાય.
પોતાના ભાષણમાં એક વાતનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવતા કહ્યું કે, મને ઘણાં વર્ષો પહેલાં કોઇએ પૂછ્યું હતું કે તમારા ચહેરા પર આટલું તેજ શા માટે છે? તો મે તેમને સરળ જવાબ આપ્યો. મે કહ્યું કે હું એટલી મહેનત કરુ છું કે મારા શરીરમાંથી પરસેવો નીકળે અને હું તે જ પરસેવાથી માલિશ કરુ છું તેથી મારો ચહેરો ચમકી ઉઠે છે.
ઉલ્લેખનીય છે કે એ સમયે કોંગ્રેસમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરે પણ એવું નિવેદન આપ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાઈવાનના મશરૂમનું સેવન કરે છે. અને આ કારણે જ તેમના ગાલ ગોરા છે. અલ્પેશે દાવો કર્યો હતો કે, પ્રધાનમંત્રી રોજ રૂપિયા ચાર લાખના મશરૂમ ખાય છે જેમના કારણે તેમના ગાલ લાલ ધોળા-ધોળા થઈ ગયા છે.
Truth about Taiwan Mushrooms pic.twitter.com/7Y3TVHn5FO
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) December 12, 2017
આ નિવેદન સામે આવ્યા બાદ તાઈવાનની યુવતીનો એક વીડિયો પણ દિલ્હી ભાજપના નેતા તેજીંદર પાલ સિંહ બગ્ગાએ વાઈરલ કર્યો હતો કે આ અશક્ય છે કે તાઈવાનના આટલા મોંઘા મશરૂમ ખાઈ કોઈ ગોરો થઈ જાય.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાળકોને જણાવતા કહ્યું, થોડી વાર પહેલાં જ્યારે આપ સૌનો પરિચય થઇ રહ્યો હતો ત્યારે હું ખરેખર દંગ રહી ગયો હતો, આટલી નાની ઉંમરે જે પ્રકારે આપ સૌએ અલગ-અલગ ક્ષેત્રોમાં જે પ્રયાસ કર્યા છે, જે કામ કર્યુ છે, તે અદ્ભૂત છે. તેમણે કહ્યું કે, એક પ્રકારે આ જીવનની શરૂઆત છે. તમે મુશ્કેલ પરિસ્થિતિઓમાં સાહસ દાખવ્યું છે.
સાથે-સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવતા કહ્યું, તમે હજુ ઘણી નાની ઉંમરના છો પરંતુ તમે જે કામ કર્યુ છે તે કરવું તો ઠીક, તેના વિશે વિચારવામાં પણ મોટા-મોટા લોકોનો પરસેવો છૂટી જાય છે. તેમણે કહ્યું, યુવા સાથીઓના સાહસિક કાર્યો વિશે જ્યારે પણ હું સાંભળુ છું તો મને પણ પ્રેરણા મળે છે. તમારા જેવા બાળકોની અંદર છુપાયેલી પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે આ જ રાષ્ટ્રીય પુરસ્કારોનો અવકાશ વધારવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.