lockdown વધારવામાં આવ્યા બાદ પીએમ મોદીએ પોતાની સ્પીચમાં કહ્યું કે 3 મે સુધી દેશભરમાં lockdown વધારવામાં આવી રહ્યું છે. જોકે 20 એપ્રિલથી જે વિસ્તારમાં hotspot ન હોય તેને ખોલવામાં આવી શકે છે.
આ સ્પીચમાં પીએમે કહ્યું કે તમામ લોકો આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી લે અને અન્ય લોકોને પણ ડાઉનલોડ કરવા માટે કહે. આવો જાણીએ આરોગ્ય સેતુ એપ વિશે.
આરોગ્ય સેતુને તમે ગુગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર માંથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકો. આ એ ભારતીય 11 ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ એપને ઇન્સ્ટોલ કર્યા બાદ સેટ અપ કરવું એકદમ સહેલું છે. લોકેશન ને always on રાખવાનું છે અને બ્લુટુથ ને પણ ખુલ્લું રાખવાનું છે.
રજીસ્ટ્રેશન પ્રોસેસ માટે તમને ફોન પર otp મોકલવામાં આવશે જેને ભરવાનો રહેશે. ત્યાર બાદ તમારે પોતાની પર્સનલ માહિતી ભરવાની છે.
નામ, સરનામું, ઉમર,ધંધો વગેરે ડીટેલ ઉપરાંત સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કેટલીક અન્ય બાબતો પણ પૂછવામાં આવશે જે તમારે ત્યાં ભરવાની રહેશે. જો તમે ધારો તો 20 સેકન્ડનો સેલ્ફ એસેસમેન્ટ ટેસ્ટ પણ કરી શકો છો, પરંતુ તેને બાદમાં પણ કરી શકાય છે.
કોરોનાવાયરસ ના લક્ષણ છે કે નહીં તે આ રીતે બતાવશે એપ
આ એપ્લિકેશનમાં સેલ્ફ ટેસ્ટ નામનો ઓપ્શન છે જેમાં તમને તમારી સ્વાસ્થ્ય સંબંધિત માહિતી પુછવામાં આવશે. જો પૂછવામાં આવેલ સવાલ વિશે તે આધારે એપ એ જણાવશે કે તમારામાં કોરોના ના લક્ષણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં આ એપ સરકાર પાસે તમારો ડેટા મોકલે છે. તેના બાદ હેલ્થ મિનિસ્ટ્રી તરફથી તમારા માટે isolation પ્રોસેસ શરૂ કરવામાં આવશે.
આરોગ્ય સેતુ આપને એવી રીતે તૈયાર કરવામાં આવી છે જે કોઈ આરોગ્ય સેતુ આપના યુઝર તમારી પાસેથી પસાર થાય છે અને તેનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે અથવા કોરોના ના લક્ષણ છે તો તેની જાણકારી નોટિફિકેશન દ્વારા આપવામાં આવશે. આ રીતે તમને કોરોના ના લક્ષણ છે અથવા ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે તો આવી રીતે અલગ આરોગ્ય સેતુ યુઝરને સુચના આપવામાં આવશે.
આ એપ્લિકેશન તમને એ પણ જણાવશે કે તમે જે વિસ્તારમાં રહો છો તે કયા ઝોનમાં આવે છે. જો તમે આયરિશ એરિયામાં છો તો આ એપ તમને એ વાતની જાણકારી આપશે. એટલું જ નહીં તે તમને ટેસ્ટ કરાવવા માટે પણ કહેશે. આ એપ્લિકેશન દ્વારા જ ટોલ ફ્રી નંબર 1075 પર કોલ કરી ટેસ્ટ કરાવવા માટે એપોઇન્ટમેન્ટ શિડયુલ કરી શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.