કોરોના વાયરસ પર બોલ્યા પીએમ મોદી: કહ્યું એવું ન કરો જેનાથી બીજાને થાય નુકસાન, સાથે લડો લડાઈ

કોરોના વાયરસને લઈને ભારતમાં સતત સતર્કતા રાખવામાં આવી રહી છે. સોમવાર સુધીના આંકડાઓ અનુસાર ભારતમાં 117 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર લોકો સાથે સંવાદ કરી રહ્યા છે અને લોકોને પ્રેરણા વાયરસ સામે લડાઇ લડવા માટે સંદેશ આપી રહ્યા છે.હજુ સુધી એવા ઘણા મામલા સામે આવ્યા છે જ્યાં લોકો તપાસથી ભાગતાં દેખાઈ રહ્યા છે.તેના પર પ્રધાનમંત્રીએ લખ્યું કે મને આશા છે કે નાગરિક એવું કશું નહીં કરે જેનાથી બીજાને નુકસાન થાય.

સોમવારે પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પર COVID-19 ને લઈને ટ્વીટ લખ્યા. પી એમ એ લખ્યું કે આજે ઘણા લોકો ડોક્ટરોના વખાણ કરી રહ્યા છે જે તેમનું મનોબળ વધારવા નું કામ કરશે. કોના સામે લડાઈ લડવામાં ડોક્ટર, નર્સ, એરપોર્ટ સ્ટાફ સહિત ઘણા લોકો સખત મહેનત કરી રહ્યા છે.

એક અન્ય ટ્વિટમાં પ્રધાનમંત્રીએ લખ્યું છે કે બિનજરૂરી યાત્રા કરવી અને લોકોના સંપર્કમાં આવવાથી બચો તો તે વધારે સારું રહેશે. જણાવી દઈએ કે પ્રધાનમંત્રીએ આ પહેલા પણ લોકો પાસે બિનજરૂરી યાત્રાઓ ને ટાળવાની અને વિદેશ જવાની અપીલ મૂકી હતી.

તમને જણાવી દઈએ કે અત્યાર સુધી કેટલાક એવા કેસ સામે આવ્યા છે, જેમાં લોકો પણ આ વાયરસની નિગરાની થી બચવાની કોશિશ કરી રહ્યા છે. મહારાષ્ટ્રના નવી મુંબઈમાં દુબઇથી આવેલા એક ગ્રુપના સભ્યોએ પણ હોસ્પિટલમાં રિપોર્ટ ના કર્યું, ત્યારબાદ પોલીસ તેમની શોધખોળ કરી રહી છે.

આ ઉપરાંત કોઈ વ્યક્તિ પીડિત છે. તેમ છતાં તે યાત્રા કરી રહ્યો છે, તો તે બીજા માટે ભયજનક હોઈ શકે છે.એવામાં પ્રશાસન તરફથી સતત અપીલ કરવામાં આવી રહી છે કે જો તમને લાગે કે તમારી તબિયત ખરાબ છે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. ઉલ્લેખનીય છે કે સોમવારે મહારાષ્ટ્રમાંથી ચાર નવા મામલા સામે આવ્યા છે, જેના બાદ મહારાષ્ટ્રમાં કુલ પોઝિટિવ કેસ ની સંખ્યા 37 થઈ ગઈ છે. અત્યાર સુધી દેશમાં કુલ ૧૧૭ પોઝિટિવ કેસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *