પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાન શરૂ કરી દીધું છે. પીએમ મોદીએ સોમવારે એક સભાને સંબોધિત કરતાં કહ્યું કે,”નવી બસો, ટ્રક અને ટેમ્પાથી રોજગાર મળી રહ્યો છે. હવે અહીંયા ખૂબ જલ્દી સ્ટીલ પ્લાન્ટ પણ તૈયાર થનાર છે.”
પીએમ મોદીએ ભાષણમાં રામ મંદિર નો પણ ઉલ્લેખ કર્યો હતો. રામ મંદિરના બહાને પીએમ મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને નિર્ણયમાં મોડું થવા માટે જવાબદાર કોંગ્રેસ ને ગણાવ્યું હતું.
પહેલા કરી ચૂક્યા છે ‘પકોડા’ ની વાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ટીવી ઈન્ટરવ્યૂમાં જ્યારે રોજગાર વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે પીએમ મોદીએ કહ્યું હતું કે જે લોકો બહાર લારી ઉપર પકોડા વેચી સો બસ્સો રૂપિયા કમાય છે તે પણ રોજગાર છે. આ જવાબને લઈને પીએમ મોદીની ખુબ આલોચના થઈ હતી. એવામાં ઝારખંડમાં પીએમ મોદી તરફથી વધુ એક વખત આવો જ કંઈક જવાબ આવ્યો છે.
પીએમ મોદીએ વધુ એક વાર કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કહ્યું કે,”રામ જન્મભૂમિ નો વિવાદ કોંગ્રેસના કારણે વધતો ગયો. જો તેઓ ધારેત તો કોઈને કોઈ ઉપાય જરૂર નીકળી આવેત. પરંતુ તેઓએ એવું કર્યું નહીં. તેમને તો ખાલી પોતાની વોટબેન્કની ચિંતા હતી. કોંગ્રેસની આ વિચારધારાને દેશે પ્રભાવિત કર્યો.”
પીએમ એ જણાવ્યા પાંચ સૂત્રો
ડાલટનગંજ ની સભામાં પીએમે જણાવ્યું કે ઝારખંડ માટે સરકારે સામાજિક ન્યાયના પાંચ સુત્રો પર કામ કર્યું છે.
તેમના જણાવ્યા મુજબ, તેમાં પહેલું સૂત્ર-સ્થિરતા, બીજું સૂત્ર-સુશાસન, ત્રીજું સૂત્ર-સમૃદ્ધિ, ચોથું સૂત્ર-સન્માન અને પાંચમું સૂત્ર-સુરક્ષા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.