દેશમાં ભૂખમરાને સંપૂર્ણપણે નાબુદ કરવાં PM નરેન્દ્ર મોદી આજે કરવા માટે જઈ રહ્યા છે આ ખાસ કામ…

હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવી રહ્યા છે. PM નરેન્દ્ર મોદી શુક્રવાર એટલે કે, 16 ઑક્ટોબરે કુલ 75 રૂપિયાનો સ્મૃતિ સિક્કો બહાર પાડશે. આ ખાસ સિક્કો Food and Agriculture Organizationની 75 મી વર્ષગાંઠનાં અવસરે બહાર પાડવામાં આવશે.

આટલું જ નહીં પણ હાલમાં વિકસિત કુલ 8 પાકોની કુલ 17 બાયો-સંવર્ધિત જાતો પણ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. કુલ 75 રૂપિયાનો ખાસ સિક્કો બહાર પાડીને ભારત તથા ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન વચ્ચેનાં સંબંધને મજબુત બનાવવાની યોજના રહેલી છે. આ કાર્યક્રમમાં સરકારનું મુખ્ય ધ્યાન કૃષિ તથા પોષણ ક્ષેત્રે રહેશે.

આ સમય દરમ્યાન દેશમાં હાજર કુપોષણને સંપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે સંકલ્પ લેવામાં આવશે. પ્રધાનમંત્રી કાર્યાલયે પણ આ કાર્યક્રમ સંબંધિત નિવેદન બહાર પાડયુ છે. એમાં જણાવવામાં આવ્યું છે કે, નબળા વર્ગો તથા લોકોને આર્થિક તથા પોષણયુક્ત રીતે મજબૂત બનાવવાની યોજના ખરેખર ખુબ શાનદાર રહી છે.

ભારતની સાથે ઐતિહાસિક સંબંધ :
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર (Narendra Singh Tomar), નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) તથા મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની (Smriti Irani) પણ આ કાર્યક્રમનો હિસ્સો બનશે.

FAO નું લક્ષ્ય રહેલું છે કે, લોકોને નિયમિતરૂપે પૂરતી માત્રામાં સારી ગુણવત્તાવાળું ભોજન ચોક્કસપણે મળતું રહે જેને લીધે તેઓ સક્રિય તેમજ સ્વસ્થ રહે. FAOનું મુખ્ય કાર્ય પોષણનાં સ્તરમાં વધારો કરવો, ગ્રામીણ વસ્તીના જીવનમાં સુધારો કરવો તથા દુનિયાના અર્થતંત્રના વિકાસમાં ફાળો આપવાનું રહેલું છે. FAOની સાથે ભારતનો ઐતિહાસિક સંબંધ રહેલો છે.

ડૉ.બિનય રંજન ડાયરેક્ટર જનરલ :
PMO એ આપેલ નિવેદનમાં એમ જણાવવામાં આવ્યું છે કે, ભારતીય સિવિલ સર્વિસના અધિકારી ડૉ.બિનય રંજન સેન (Binay Ranjan Sen) વર્ષ 1956 થીલઈને વર્ષ 1967 સુધી ‘ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશન’ એટલે કે, FAOના ડાયરેક્ટર જનરલ હતા.

ડૉ.બિનયના કાર્યકાળ વખતે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ એ નોબલ શાંતિ પુરસ્કાર વર્ષ 2020 જીત્યો હતો. વૈશ્વિક સ્તરે ભૂખ તથા ખોરાકની સુરક્ષા સામે લડવાના પ્રયાસો માટે સંયુક્ત રાષ્ટ્રના આ કાર્યક્રમને સન્માન આપવાની હાલમાં જાહેરાત થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *