PM મોદીના સમર્થનમાં આવ્યું બોલીવુડ જગત, સલમાન સહીત આ સ્ટાર્સ કરી રહ્યા છે…

PM મોદીએ COVID-19 વાયરસ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનાં હેતુથી ‘યુનાઈટ ટુ ફાઇટ કોરોના’ અભિયાન ચાલુ કર્યું છે, જેને બોલિવૂડની મહાન હસ્તીઓનો મોટો ટેકો મળે છે. સલમાન ખાન સાથે અનેક સેલેબ્સ દ્વારા આ અભિયાન અંતર્ગત સામાજિક અંતર જાળવવા તેમજ માસ્ક પહેરવાનાં મહત્વ વિશે ટવિટ કરવામાં આવી રહ્યું છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીને COVID-19ની ખરાબ અસર…
વર્ષ 2020માં COVID-19 વાયરસ રોગચાળાએ બહુ મોટો આંચકો આપ્યો છે. કોરોનાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર પણ ખરાબ અસર પડી છે. અનેક લોકો બેરોજગાર બન્યા છે. પહેલેથી જ બધી હસ્તીઓ COVID-19નાં વાયરસ સામે જાગૃતિ અભિયાનનો એક ભાગ રહી છે. હાલ ફરી એક વખત PMની અપીલ પર મોટા ભાગનું બોલિવૂડ આ અભિયાન સાથે સંકળાયેલું છે.

આ બોલીવુડ સેલેબ્સ દ્વારા PM મોદીનાં સમર્થનમાંં ટ્વીટ કરવામાં આવ્યા છે…
ગુરુવારનાં રોજ અનેક ઘણા બોલિવૂડ સેલીબ્રીટી દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં ટવિટને રીટવિટ કરીને પોતાનું સમર્થન વ્યક્ત કરવામાં આવ્યું હતું. PM નરેન્દ્ર મોદીનાં ટવિટમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યાં સુધી COVID-19ની રસીની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી બેદરકારી વર્તવી ન જોઈએ.

સલમાન ખાન દ્વારા લખવામાં આવ્યું છે કે ,ભાઈઓ, બહેનો તેમજ મિત્રો. આ મુશ્કેલીના સમયમાં માત્ર 3 વસ્તુઓનું ધ્યાન રાખો – 6 ફૂટનું અંતર રાખો, માસ્ક પહેરો તેમજ વારંવાર હાથ ધોઈને સેનેટાઈઝ કરો. PM મોદીનાં કોરોના વિરુદ્ધનાં જનઆંદોલનનો અમલ કરો.

કંગના રનૌતે PM મોદીનાં ટવિટ કરીને કહ્યું કે- આખા વિશ્વમાં ફેલાયેલા COVID-19નાં સંકટથી નુકશાન થઇ શકે છે, પણ તેનાથી આપના બધાની એક થવાની સંભાવના પણ વધારે છે. ચાલો સાથે મળીને COVID-19નો સામનો કરીએ.

રકુલપ્રીત દ્વારા લખવામાં આવ્યું– સલામત રહેવા માટે 3 વસ્તુ જરૂરી છે – માસ્ક પહેરવુ, હાથ ધોવા તેમજ સામાજિક અંતર જાળવી રાખવું. ચાલો, કોરોના સામે લડવામાં PM મોદી સાથે જોડાએ તેમજ તમારી જાતને તથા તમારા પરિવારોજનોને સુરક્ષિત રાખવું.

શ્રદ્ધા કપૂર દ્વારા PM મોદીનાં ટ્વિટને રીટ્વીટ કરીને લખ્યું – બે ગજની દૂરી, માસ્ક જરૂરી છે.

રણવીરસિંહએ PM મોદીના આ મેસેજને રિટ્વીટ કરીને લખ્યું કે, ચાલો COVID-19નો સામનો કરવા માટે એક થઈએ. આ ઉપરાંત ટાઇગર શ્રોફ, વરૂણ ધવન, પરિણીતી ચોપડા, કૃતિ સેનન, શંકર મહાદેવન, સૈફ અલી ખાન, પુલકિત સમ્રાટ સાથે અનેક બોલિવૂડ કલાકારોએ COVID-19 સામે લડવાનો PM મોદીના આ મેસેજને રિટ્વીટ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *