તારક મહેતા અને અંજલી ભાભી વચ્ચે એવું તો શું થયું કે, વાયુવેગે વાયરલ થઇ ગયો વિડીયો

ટેલિવિઝનનાં સૌથી વધારે પોપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ દરરોજ કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતો રહેતો હોય છે. હાલમાં જ શોમાં કોરોના વાયરસનાં ભયને ધ્યાનમાં લઈ એપિસોડ દેખાડવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરી એકવખત આ શો જબરદસ્ત ચર્ચામાં આવી રહ્યો છે.

હવે સીરિયલમાં અંજલી ભાભી તથા તારક મહેતાના રોમાન્સે દર્શકોને દીવાના બનાવી દીધા છે. તારક તથા અંજલીનો આવો રોમાન્સ કદાચ જ પહેલીવાર જોવા મળ્યો છે. શોમાં અંજલિનો રોલ ભજવનાર સુનૈના ફૌઝદાર તેમજ તારકનો રોલ ભજવનાર શૈલેશ લોઢાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

તારક મહેતાના લેટેસ્ટ એપિસોડ સિંગર S.P. બાલાસુબ્રમણ્યમને સમર્પિત હતો. આ એપિસોડમાં જોવાં મળ્યું હતું કે, તારક મહેતા એક સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે, જે ખુબ રોમેન્ટિક છે. આ દરમિયાન તારક રોમેન્ટિક થઈ જાય છે તથા ગોકુલધામ સોસાયટીની સામે પત્ની અંજલીની સાથે રોમેન્ટિક ડાંસ કરતા જોવા મળે છે.

આ દરમિયાન બેકગ્રાઉન્ડમાં S.P. બાલાસુબ્રમણ્યમનું ‘બહુત પ્યાર કરતે હૈ તુમકો સનમ’ સંગીત વાગી રહ્યું છે. આ બંનેના રોમાન્સનો વી઼ડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આની સાથે જ આ એપિસોડમાં દેખાડવામાં આવ્યું કે, અંજલી તથા તારકને ગીત ગાતા તથા રોમાન્સ કરતા જોઈ અંજલિ અને અય્યર પણ બાલકનીમાં આવી જાય છે.

ત્યારપછી બંને S.P. બાલાસુબ્રમણ્યમનું ‘હમ બને તુમ બને એક દૂજે કે લિયે’ ગીત પર ડાન્સ કરે છે. ત્યારપછી જેઠાલાલ પણ બાલકનીમાં આવી જાય છે તથા બબીતાજી માટે ગીત ગાય છે. આ ગીત પણ S.P. બાલાસુબ્રમણ્યનું હોય છે. જેઠાલાલ ‘ફિલ્મ હમ આપકે હૈ કૌન’ નું ટાઈટલ સોન્ગ ગાતા જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

OMG ?, Inti sweet performance ????????? @iamshaileshlodha @sunayanaf

A post shared by Taarak Mehta & Anjali Mehta ?? (@taarak_anjali) on

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *