પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોરોનાવાયરસ સંકટને લઈને ફરીથી સોમવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે.lockdown 3.0 ના બાદ બનેલી પરિસ્થિતિ પર મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચર્ચા કરશે. મુખ્યમંત્રીઓ સાથેની એમની આ મિટિંગ સોમવારે બપોરે ત્રણ વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા થશે.
પ્રધાનમંત્રી મોદીએ ૨૮ એપ્રિલના રોજ કોરોનાવાયરસ સામે લડવા માટે દેશમાં Lockdown વચ્ચે ચોથી વખત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી હતી.Lockdown 2.0 ની સમય મર્યાદા ત્રણ મે ના રોજ સમાપ્ત થતાં પહેલા પીએમે મુખ્યમંત્રી સાથે વાતચીત કરી હતી.
હાલમાં એવામાં કોરોના સામે ચાલી રહેલી જંગમાં શું Lockdownને ફરી એક વખત વધારવું જોઈએ એ ચર્ચાનો વિષય છે.17 મે બાદ દેશ કોરોનાથી કઈ રીતે લડે, સોમવારે મુખ્યમંત્રીઓ સાથે થનારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિડીયો કોન્ફરન્સમાં તેના પર ચર્ચાઓ કરવામાં આવશે.
કોરોના સંકટ અને Lockdown ને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ૧ મેના રોજ કેન્દ્રીય મંત્રીઓ સાથે પણ મહત્વની બેઠક થઇ હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમીત શાહ, રેલ મંત્રી પિયુષ ગોયલ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ, સીડીએસ જનરલ બિપિન રાવત સહિત ઘણા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં Lockdown ના બીજા ચરણની સમીક્ષા કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news