કેશુભાઈ પટેલનાં અવસાન બાદ સોમનાથ ટ્રસ્ટનાં નવાં ચેરમેન તરીકે PM મોદીની પસંદગી કરવામાં આવી છે ત્યારે હાલમાં એક જાણકારી સામે આવી છે. ગુજરાતમાં વધુ એક વિશ્વ કક્ષાનો પ્રોજેક્ટનું સ્થાપન કરવામાં આવશે. વિશ્વ પ્રસિદ્વ સોમનાથના સમુદ્રમાં ટનલ બનાવવામાં આવશે.
મંદિર સંકુલનાં ભુર્ગભમાં વિવિધ સ્થળોએ બાંધકામો હોવાનો રિપોર્ટ :
સોમનાથ પાસે સમુદ્રમાં કાચની ટનલ બનાવવામાં આવશે. જેનાથી દરિયાઈ જીવ સૃષ્ટીનો સાક્ષાત્કાર દરિયામાં જઈને કરી શકાશે તથા દરિયાઈ જીવોને નજીકથી નીહાળી શકાશે. આની માટે કુલ 300 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેથી સોમનાથ આકર્ષણનું કેન્દ્ર બનશે.
PM મોદી ટ્રસ્ટના ચેરમેન બન્યા બાદ 300 કરોડનાં પ્રોજેક્ટને મળી મંજૂરી :
PM નરેન્દ્ર મોદી થોડા સમય પહેલાં જ સોમનાથ ટ્રસ્ટનાં ચેરમેન બન્યા એ વખતે યોજાયેલ બેઠકમાં મંદિર સંકુલનાં ભુર્ગભમાં અનેકવિધ સ્થળોએ બાંધકામો હોવાનો IIT ગાંધીનગરનાં રિપોર્ટની ચર્ચા પણ કરવામાં આવી હતી. આની સાથે અનેક વિકાસકામો હાથ ધરવાનાં નિર્ણય પણ થયા હતા. તેમાં આ કાચની ટનલ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
દરિયાની અંદર પાણીની જીવસૃષ્ટિ નિહાળી શકશે :
પર્યટકો આ ટનલમાં જઇને એક્વેરિયમની જેમ સોમનાથના દરિયાની અંદર પાણીની જીવસૃષ્ટિ નિહાળી શકશે. જયારે બીજા તબક્કામાં પાર્કિંગ ડોરમેટરીની વચ્ચે થીમ આધારિત કેવ મ્યુઝિયમ બનાવવામાં આવશે. જેમાં પશુ-પક્ષી, અનેકવિધ સંપ્રદાય ધર્મ તથા 12 જ્યોતિર્લિંગના ઓડીયો વીઝ્યુલનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.
ત્રિવેણી દેહોત્સર્ગથી સામાકાંઠે કેબલ બ્રિજ, વોટર સ્પોર્ટસ, રેસ્ટોરન્ટ સહિતની અનેકવિધ સુવિધાઓ સાથે ઘાટને સુશોભીત કરવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટ આગામી દિવસોમાં પાર્વતી મંદિર નિર્માણ કરી રહ્યું છે. આની સાથે યાત્રિ પ્લાઝાની ઉપરાંત શહિદ હમીરજી ગોહિલ સર્કલથી સીધી લીટીમાં સોમનાથ મંદિર જોઇ શકાય એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle