17મી સપ્ટેમ્બરના રોજ દેશના લોક લાડિલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 70મો જન્મ દિવસ છે. શહેરની જાણિતી અને લોકપ્રિય બેકરી બ્રેડલાઈનર દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ અલગ રિતે સેલિબ્રેટ કરવામાં આવશે. નરેન્દ્ર મોદીના 70માં જન્મ દિવેસના પ્રવેશ નિમિતે દક્ષિણ ગુજરાતની પ્રતિષ્ઠિત બ્રેડલાઈનર બેકરી દ્વારા 7000 કિલોની, 700 ફૂટ લાંબી ‘કેક’ બનાવવામાં આવશે.
તસ્વીરો ફાઈલ છે..
કેકનું નામ જ કરપ્શન અગેઈન છે અને શહેરના સેલિબ્રિટી અને જાણિતા વ્યક્તિની જગ્યાએ 700 ઓનેસ્ટ લોકો દ્વારા આ કેક કટ કરવામાં આવશે. ઉપસ્થિત રહેનાર લોકોને વિના મૂલ્યે કેક ભેટ આપવામાં આવશે. આ પ્રસંગે બ્રેડલાઈનર બેકરી દ્વારા લાંબી કેક, ઝડપથી બનાવવાનો અને વધારે વજનની કેકનો રેકોર્ડ બનશે.
બ્રેડ લાઈનરના તુષારભાઈ, ચંદ્રેશભાઈ અને નિતિનભાઈ કહે છે કે, ‘દેશને શ્રેષ્ઠ પ્રધાનમંત્રી મળ્યા છે, દર વર્ષની જેમ આ વર્ષે બ્રેડ લાઈનર પરિવાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ સેલિબ્રેટ કરવામાં આવશે. જે વ્યક્તિ વગર અપેક્ષાએ સમાજ માટે કંઈ પણ કરે તેના દ્વારા કે કટ કરવામાં આવશે.જેમાં નાના વ્યક્તિઓ પાસે કેક કટ કરવાના છીએ.
કોલેજનો વિદ્યાર્થી હોય અને ગરીબ બાળકને ફ્રિમાં અભ્યાસ કરાવતા હોય, પર્યાવરણ, આરોગ્ય, જીવદયા શિક્ષણ, નારી સશક્તિકરણ વિશે કામ કરતાં હોય, જે નાના વ્યક્તિ હોય જેમની કોઈ પીઠ થાપબડતું નથી છતા તે કામ કરે છે તેમને કોઈ એપ્રિશિએટ નથી કરતું તેવા વ્યક્તિઓને સમાજને એક એવી દિશા આપવા માંગીએ છીએ કે, સેવા માટે રૂપિયાની જરૂર નથી, માત્ર તમારું મન હોય તો સેવા કરી શકો છો. જો કરપ્શનને ભગાડવું હોયતો અંધારાને દુર કરવું હોય તો લાકડી મારો તો અંધારું દૂર ન થાય અંધારુ દૂર કરવા માટે દિવો કરવો પડે. એવી જ રીતે કરપ્શનને દૂર કરવા માટે ઓનેસ્ટ લોકોની જરૂર હોય છે, એટલા માટે આવા વ્યક્તિઓ દ્વારા કેક કટ કરવામાં આવશે. 7 હજાર લોકો આ કેક ખાશે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.