પ્રધાનમંત્રી મોદીની ૧૨ એવી વાતો, જે કોઈના ગળે ઉતરે એવી નથી: મોદી સમર્થકો ખાસ વાંચે

લોકસભાની ચૂંટણી આજે લગભગ લગભગ પૂરી થઈ ગઈ છે. હવે દરેક રાજકીય પક્ષ 23 તારીખે પરિણામ ની રાહ જોઈ રહ્યા છે. 2019 ની લોકસભાની ચૂંટણી…

લોકસભાની ચૂંટણી આજે લગભગ લગભગ પૂરી થઈ ગઈ છે. હવે દરેક રાજકીય પક્ષ 23 તારીખે પરિણામ ની રાહ જોઈ રહ્યા છે. 2019 ની લોકસભાની ચૂંટણી માં ઘણા બધા દિગ્ગજ નેતા હોય વિવાદિત નિવેદન આપ્યા છે. અમુક પાર્ટીઓએ આતંકવાદ ના ગુનેગારોને પણ લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. પ્રધાનમંત્રી મોદીએ પણ ચૂંટણી દરમ્યાન ઘણા વિવાદિત નિવેદન આપ્યા. બંગાળમાં તેમણે ૪૦ ધારાસભ્યોને પોતાના પક્ષે લઈ સરકાર પાડવાની પણ ધમકી આપી. 2019 ની ચુંટણી માં જવાહરલાલ નેહરુ અને રાજીવ ગાંધી ને પણ ખૂબ યાદ કરવામાં આવ્યા.

આ દરેક બાબત ને એક બાજુ મૂકી આપણે હાલ ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવેલ તેમના ભૂતકાળ વિશેની અમુક ઘટનાની ચર્ચા કરીશું.

1) નરેન્દ્ર મોદીના જન્મને લઇને બે તારીખો સામે આવી છે. જેમાં એક તારીખ 29 ઓગસ્ટ ૧૯૪૯ છે અને બીજી તારીખ ૧૭ સપ્ટેમ્બર ૧૯૫૦ છે. વિકિપીડિયામાં મળતી માહિતી મુજબ તેમની સાચી જન્મતારીખ 17 સપ્ટેમ્બર ૧૯૫૦ છે.

2) નરેન્દ્ર મોદી કહે છે કે તેઓ 6 વર્ષના હતા ત્યારે ચા વેચતા. 2014 ની ચૂંટણીમાં તેઓએ કહ્યું હતું કે તેઓ સંઘની ઓફિસની બહાર ચા વેચતા. 2014ની ચૂંટણી બાદ તેઓએ કહ્યુ કે તેઓ વડનગરના રેલવે સ્ટેશન પર ચા વેચતા. તેઓ ક્યાં ચાલ્યા જતા તે આજ સુધી સાબિત કરી શક્યા નથી અને લોકોએ પણ તેમની ચા પીધી નથી.

3) નરેન્દ્ર મોદીનો જન્મ 1950માં થયો અને તેમણે 6 વર્ષની ઉંમરે વડનગરના રેલવે સ્ટેશન પર ચા વહેચી, પરંતુ વડનગરનો રેલવેસ્ટેશન 1973માં બન્યું. 1973માં મોદીજી ની ઉંમર ૨૩ વર્ષ હોવી જોઈએ. આમ તેમની 6 વર્ષે વડનગરના રેલવે સ્ટેશન પર ચાર વેચવાની વાત ખોટી સાબિત થાય છે.

4) જો 23 વર્ષની ઉંમરે વડનગરના રેલવે સ્ટેશન પર ચા વેચવાની વાત સાચી પણ માનીએ તો, નરેન્દ્ર મોદી 18 વર્ષની ઉંમરે લગ્ન કરી 2 વર્ષ બાદ પોતાની પત્નીને છોડીને હિમાલય ચાલ્યા ગયા હતા. તો તેમણે ચા ક્યારે વેચી?

5) 2014ની ચૂંટણી લડતી વખતે નરેન્દ્ર મોદીએ એફિડેવિટમાં પોતે વિવાહિત હોવાનું જણાવ્યું હતું. પરંતુ  તેમણે પોતે વિવાહિત છે તે શા માટે છૂપાવ્યું હશે? તેમણે જશોદાબહેન વિષે કશું જાણતા નથી તેવું એફિડેવિટમાં દર્શાવેલ છે.

6) એક ન્યુઝ પેપર દ્વારા પ્રાયદ્ધ થયેલ અહેવાલમાં કહેવામાં આવે છે કે મોદીજીએ 18 વર્ષની ઉંમરે પોતાનું ઘર છોડી દીધું. પરંતુ તેમના ભાઈ પ્રહલાદ મોદીએ જણાવ્યું કે નરેન્દ્ર મોદી પોતાના ઘરેથી પોતાના જ પરિવારનું સોનુ ચોરીને ભાગી ગયા હતા. જે કારણે તેમના પિતાને પણ આ અટક આવી ગયું અને તેમનું મૃત્યુ થયું. આ બાબતે તેમની વિરુદ્ધ વડનગરના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ નોંધાવેલ છે. જોકે આ વાત નો કોઈ પુરાવો હજી સુધી મળેલ નથી.

7) મોદીજીએ 20 વર્ષની ઉંમરે ઘર છોડ્યું અને ૩૫ વર્ષ ભિક્ષા માંગી તો તેમણે ધોરણ 10, ધોરણ 12 વડનગરમાં ભણી અને દિલ્હી યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કઈ રીતે કર્યું?

8) મોદીજી પાસે એમ.એ અને બી.એ.ની ડિગ્રી છે. છતાં તેઓ 12 માં ધોરણમાં નાપાસ થયા અને 8 મા ધોરણમાં તેમણે ભણવાનું છોડી દીધું. આવું કઈ રીતે શક્ય છે?

9) મોદીજી ઇન્દિરા ગાંધીની સરકાર દરમ્યાન લાગેલ emergency મા અંડરગ્રાઉન્ડ હતા. તો તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી ડિગ્રી કઈ રીતે મેળવી?

10) ભારતમાં જે સમય કોમ્પ્યુટર આવ્યા પણ હતા એ સમયે મોદીજી ની ડીગ્રી કોમ્પ્યુટર દ્વારા કઈ રીતે પ્રિન્ટ થઇ હશે?

11) માઇક્રોસોફ્ટે જે ફોન્ટ 1992 માં શોધ્યા, તે ફોન્ટ થી 1978માં મોદીજી ની ડીગ્રી કઈ રીતે પ્રિન્ટ થઈ?

12) મોદીજી કહે છે કે તેઓ એ ‘માસ્ટર ઓફ એન્ટાયર પોલિટિકલ’ સાયન્સ માં ગુજરાત યુનિવર્સિટી થી ડિગ્રી મેળવી છે. પરંતુ આવો કોઈ પણ કોર્સ ગુજરાત યુનિવર્સિટી તો શું વિશ્વની કોઈપણ યુનિવર્સિટીમાં ભણાવવામા નથી આવતો.

લોકોએ 2014ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીજી ને બહુમતથી ચૂંટી કાઢયા હતા. મોદીજીએ ચૂંટણી દરમિયાન ઘણા બધા વાયદા કર્યા હતા. પરંતુ તેમણે પુરા કર્યા?

ઉપર જણાવેલ દરેક માહિતી નરેન્દ્ર મોદી તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા દેવામાં આવી છે. પરંતુ આ માહિતી માં સત્ય નજર આવતું નથી. 2014માં લોકોએ મોદીજી ને વોટ આપ્યો તેની પાછળનું કારણ કદાચ એ પણ હોઈ શકે કે લોકોને આ બાબતોની જાણ ન હતી.

Parth Patel.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *