પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે કોરોના વાયરસની મહામારીથી બચવા માટેની રસી જ્યારે ઉપલબ્ધ થશે ત્યારે તેનાં આયોજન અને તૈયારીઓની ચર્ચા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી.પ્રધાનમંત્રીએ એ બાબતની જાણ લીધી હતી,કે ભારતની વ્યાપક અને વિવિધતા ધરાવતી વસ્તીને લઈને આયોજન કરાય ત્યારે તેમાં મેડિકલ સપ્લાય ચેઈન,જોખમ સામે લડી રહેલી વસતીને અગ્રતા,આ પ્રક્રિયામાં ઘણી એજન્સીઓ વચ્ચે સંકલન અને તેની સાથે-સાથે આ રાષ્ટ્રીય પ્રયત્નમાં ખાનગી ક્ષેત્ર અને નાગરિક સમાજની ભૂમિકા વિશે વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ 4 માર્ગદર્શક સિદ્ધાંતો બતાવ્યાં હતા,કે જે આ રાષ્ટ્રીય પ્રયાસનો પાયો બની શકે એમ છે.
પ્રથમ સિદ્ધાંત તો એ છે,કે આકરી પરિસ્થિતિમાં હોય તેવાં જૂથોની ઓળખ થવી જોઈએ અને તેનુ વહેલી તકે રસીકરણ થાય તે માટે અગ્રતા આપવી પડશે.ઉદાહરણ તરીકે ડોકટરો,નર્સો,હેલ્થકેર વર્કર્સ,નોન-મેડિકલ ફ્રન્ટલાઈન કોરોના વૉરિયર્સ તથા સામાન્ય જનતામાં રહેલા કપરી પરિસ્થિતિમાં રહેતા લોકો.એટલે કે,જો રસી બનશે તો આ લોકોને સૌથી પહેલા રસી આપવામાં આવશે.
બીજો સિદ્ધાંત તો એ રહેશે કે,વ્યક્તિઓ કોઈપણ જગ્યાએ હોય અને જ્યાં પણ હોય ત્યાં તેમને રસીની સુવિધા કરવાની રહેશે.જેમાં વ્યક્તિના કાયમી વસવાટની જગ્યાએ સંબંધી નિયંત્રણો લાદયા વગર રસી આપવી જોઈએ.
ત્રીજો સિદ્ધાંત તો એ છે,કે આ રસી સૌને પોસાય એવી અને સાર્વત્રિક ઉપયોગમાં લઈ શકાય એવી હોવી જોઈએ અને કોઈપણ વ્યક્તિ બાકી ન રહેવો જોઈએ અને ચોથો મુદ્દો તો એ છે, કે આ રસી નુ ઉત્પાદન કરવાથી લઈને રસીકરણ કરવા સુધીની સમગ્ર પ્રક્રિયામાં ટેકનોલોજીના માધ્યમથી મોનિટરીંગ અને રીયલ ટાઈમ મદદ પ્રાપ્ત થવી જોઈએ.
પ્રધાનમંત્રીએ સૌ અધિકારીઓને વ્યાપકપણે સૂચના આપતાં જણાવ્યું છે,કે આ રાષ્ટ્રીય પ્રયાસમાં કરોડરજ્જુની જેમ કામ કરી શકે એવા રસીકરણના મળી રહેતાં ટેકનોલોજીકલ વિકલ્પો અત્યંત સમયબધ્ધ રીતે મળવા જોઈએ તથા આ પ્રયત્નો અત્યંત કાર્યક્ષમતા વડે હાથ ધરવા જોઈએ.પ્રધાનમંત્રીએ આદેશ આપતાં જણાવ્યું છે, કે આ પ્રકારના રસીકરણની પ્રક્રિયાનુ વિગતવાર આયોજન તાત્કાલિક ધોરણે હાથમાં લેવુ જોઈએ.આ બેઠકમાં રસીને વિકસાવવાના હાલના પ્રયયત્નોની સ્થિતિ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી.પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવતાં કહ્યું છે,કે કોરોના વાયરસની આ મહામારીના રસીકરણ માટે ભારતની કટિબધ્ધતા અને ભૂમિકા ખૂબ જ અગત્યની બની રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news