હાલમાં એક ખૂબ જ આધાતજનક ઘટના સામે આવી છે. રાત્રે ઘરમાં સૂતી વખતે મહિલા તેમજ 3 બાળકોને સાપ ડંખ માર્યો હતો. હચમચાવી દેતી આ ઘટનામાં મહિલાનું કરૂણ મોત થયું હતું. જ્યારે 3 બાળકો ઝેરની અસરને લીધે કોમામાં ચાલ્યા ગયા છે. ત્રણેય બાળકોની હાલમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ દુખદ ઘટના રાજસ્થાનમાંથી સામે આવી છે. કોટાના બુંદી ગામમાં રહેતા ગુઢા નાથાવતાનના હાથઈ ખેડા વિસ્તારમાં બુધવાર, 11 ઓગસ્ટની રાત્રે ઘરમાં સૂતેલી એક મહિલા તેમજ 3 બાળકોને સાપ એ ડંખ માર્યો હતો. ઘરના રૂમમાં માતા નિર્મલા પલંગ પર સૂઈ રહી હતી સાથે જ દીકરો પ્રદીપ, દોહિત્ર માહિમ અને દોહિત્રી સમીક્ષા તથા સોનાક્ષી સૂતા હતા.
મોડી રાત્રે સાપ પલંગ પર ચઢ્યો હતો તેમજ એક બાદ એક દંશ માર્યા હતા. જો કે, સોનાક્ષીને સાપે દંશ માર્યો ન હતો. સાપે ડંખ માર્યા હોવા છતાં પણ કોઈને કંઈ જ ખબર પડી ન હતી. થોડીવાર પછી મહિલાને ગભરામણ થતા ગળું સૂકાવવા લાગ્યું હતું. ઊઠીને બહાર આવતા તેણે આંગણામાં સાપ જોયો હતો.
થોડીવાર પછી નિર્મલાને વોમિટિંગ થવા લાગી હતી. પરિવારને ખ્યાલ ન આવ્યો કે સાપે ડંખ માર્યો છે. ફૂડપોઈઝનિંગ થયું હોવાનું માનીને ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા ત્યારે પણ ગેસની દવા આપીને જતો રહ્યો હતો. જો કે, નિર્મલાની સ્થિતિમાં કોઈ ફેર ન પડતા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
ઘરમાં બાળકોની પણ તબિયત લથડવા લાગી હતી. તેમને કોટામાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા આવ્યા છે. જ્યાં સારવાર દરમિયાન નિર્મલાનું મોત નીપજ્યું છે. પ્રદીપ, સમીક્ષા તથા માહિમ કોમાંમાં છે. સોનાક્ષીએ સાપ કરડ્યો ન હતો અને તેથી જ તે બચી ગઈ છે.
કરૈત સાપની એક પ્રજાતિ ભારતીય ઉપમહાદ્વીપના જંગલોમાં જોવા મળે છે. જે ખુબ ઝેરીલો હોય છે. ભારતના સૌથી ભયંકર ૪ સાપમાંથી એક છે. આ શ્રેણીના સાપ મોટાભાગે રાત્રે નીકળતા હોય છે. રાતના સમયે જ્યારે વ્યક્તિ સૂતો હોય ત્યારે પથારીમાં ઘુસીને ધીમેથી ડંખ મારે છે.