હાલમાં લોકડાઉનને કારણે દેશભરમાં લોકો ઘરમાં પૂરી રહે છે. પરંતુ કેટલાય લોકો હજુ પણ કોરોનાના સંક્રમણથી બચવા ને બદલે બહાર જ આંટાફેર કરી રહ્યા છે જેને પોલીસ સબક શીખવી રહી છે. પરંતુ આમુક લોકો પોતાના એપાર્ટમેન્ટ, ગલીઓમાં, શેરીઓ માં બેઠકો કરે છે અને પત્તા ની રમત ખેલતા હોય છે. અમુક યુવાનો સોસાયટીના ગ્રાઉન્ડ અને કોમન પ્લોટમાં ક્રિકેટ પણ રમી રહ્યા હોવાના અહેવાલો આવી રહ્યા છે. આ લોકો કોરાનાના આડકતરી રીતે વાહક બનવવાનું કામ કરી રહ્યા છે.
આવા લોકોને શેરીઓમાં ભેગા થતા અટકાવવા રાજ્યભરમાં પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદ લેવાય રહી છે. આકાશી પહેરો ભરીને ડ્રોન કેમેરા પોલીસને માહિતી આપી દે છે, કે કઈ સોસાયટીમાં લોકો ભેગા થઈને ગપ્પા બાજી કરી રહ્યા છે. સુરતમાં આવી એક ઘટના સામે આવી છે જ્યાં પોલીસને માહિતી મળતા જ રેપીડ એક્શન ફોર્સ સાથે પહોચી ગઈ અને શેરીમાં જેટલા લોકો હતા તેમણે ઉઠક બેઠક કરાવવામાં આવી.
આવી જ ઘટના વડોદરાના પાદરા ગામમાં બની જ્યાં અમુક યુવકો ખુલ્લા મેદાનમાં ક્રિકેટ રમતા હતા. જેને ડ્રોન કેમેરા એ ઝડપી પડ્યા હતા. લીસ દ્વારા ડ્રોન કેમેરા મારફતે તપાસ કરવામાં આવી ત્યારે આ યુવકો ક્રિકેટ રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે આ તમામ 8 લોકોનું વેરિફિકેશન કરી તેમની સામે ફરિયાદ નોંધી છે. સુરતમાં પણ ગઈકાલે ચોકબજાર પોલીસ દ્વારા આવાસમાં ક્રિકેટ રમી રહેલા લોકોને સ્થાનિક રહીશની ફરિયાદ મળ્યા બાદ અમુક યુવાનોની ધરપકડ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news