વિડીયો: સુરતમાં પોલીસની હેવાનિયત: AAP ના મહિલા કોર્પોરેટરની છાતીએ ધક્કો માર્યો, માં બહેન સામે ગાળો આપી

હાલમાં રાજ્યના સુરત શહેરમાંથી એક સમાચાર સામે આવ્યા છે. સંસદ તથા ગુજરાત વિધાનસભા ઓફલાઈન ચાલી રહી છે ત્યારે પ્રજાના પ્રશ્નો માટે વિધાનસભા તથા સંસદમાં ધારાસભ્યો વિચારણા કરી રહ્યા છે પણ સુરત મહાનગરપાલિકાની મહત્વની એવી બજેટની સામાન્ય સભા પણ શાસકોએ ઓનલાઇન રાખી છે.

જેનો વિપક્ષ દ્વારા આક્રમક રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધપક્ષના અવાજને દબાવવા માટે ઓનલાઈન સભાનું આયોજન કરવામાં આવ્યું હોવાના આરોપ પણ વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો. વિરોધ પક્ષ દ્વારા રામધુન ગાઈને શાસકોને સદબુદ્ધિ આપે તે પ્રમાણેનો દેખાવો કરવામાં આવ્યા હતાં.

આમ આદમી પાર્ટીએ લગાવ્યા પોલીસે માં બહેન સામે ગાળો આપવાના આરોપ

પોલીસનું ટીંગાટોળી દરમ્યાન મહિલા નગર સેવકો સાથે અસભ્ય વર્તન :
જો કે, આમ આદમી પાર્ટીના કુલ 27 જેટલા નગરસેવકોએ સખત વિરોધ કરતાં અંતે પોલીસ બોલાવવી પડી હતી. આની સાથે જ પોલીસે તમામ નગરસેવકોની અટકાયત કરી હતી. જો કે, પોલીસે કરેલ ટીંગાટોળી વખતે વિપક્ષના એક નગરસેવક બેભાન થઈ જતાં જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એક વિપક્ષ નેતા ને મા બેન સામે ગાળો આપી ને પોલીસે પોલીસ ની ગરિમા નેવે મૂકી છે.

જયારે બીજી તરફ વિપક્ષ નેતાનો શર્ટ ફાટી ગયો હોવાનું પણ જાણવા મળ્યું હતું. આટલું જ નહીં પણ વિપક્ષ મહિલા કોર્પોરેટરોની સાથે પોલીસે અસભ્યતા ભર્યું તેમજ નિર્લજજતા ભર્યું વર્તન કર્યું હોવાનો આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જે વિડીયોમાં પણ દેખાઈ આવ્યું છે.

AAP ના નગર સેવકો દ્વારા બે મુદ્દાઓને લઈ વિરોધ કરાયો :
આજની બજેટ સભાના એજન્ડા નં-20 થી સુરત ટેક્સટાઈલ્સ માર્કેટ કો-ઓપ શોપ્સ એન્ડ વેરહાઉસીંગ સોસાયટી લિ. ને કોર્પોરેશન હસ્તકની કિંમતી જમીન સાવ મામુલી રકમ રૂપિયા 2.10/- પ્રતિ ચો.મી જેવા ભાવે 99 વર્ષના ભાડા પટ્ટે આપીને મહાનગરપાલિકાની તિજોરીને લૂંટવાનું કામ કરવામાં આવ્યું છે.

સરકારી જંત્રીના ભાવ સતત વધતા રહે છે આવા સમયમાં સરકારી જમીનને મામુલી રકમમાં તેમજ એ પણ ખુબ લાંબા સમયગાળા માટે ભાડે આપીને પાલિકાને કરોડો રૂપિયાનો ચૂનો લગાડવાનું કામ કર્યું હોવાને લઈ વિપક્ષના AAP ના નગર સેવકોએ વિરોધ કર્યો હતો.

બજેટ સભામાં 24×7 નામની યોજના હેઠળ પાણીના મીટરો મૂકીને જનતાને પાણીના મસમોટા બીલ આપવામાં આવ્યા છે. આ બીલ રદ્દ કરીને જનતાને નિયમિત પદ્ધતિથી પાણી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જનતાલક્ષી માંગણીઓ પર ધ્યાન આપવાની જગ્યાએ સુરત કોર્પોરેશનના શાસકો દ્વારા પોતાના મળતીયાઓને લાભ થાય છે.

આની સાથે જ જનતા પાણીના બીલ ભરી ભરીને પાયમાલ થઈ જાય એવા તઘલખી નિર્ણય લેવામાં આવ્યા છે કે, જેના વિરોધમાં વિરોધપક્ષના નેતા ડેપ્યુટી મેયરની ચેમ્બરમાં ઉપવાસ ઉપર બેસવા જતા વિરોધ થયો હતો. આમ, પ્રજાને લુંટવામાં આવી રહી છે જેને વિરોધ કરાયો હતો.

આ બાબતે આમ આદમી પાર્ટીના નેતાઓ જણાવે છે કે, SMCએ ઓનલાઇન સામાન્ય સભાનું આયોજન બંધ બારણે બજેટ પાસ કરાવવાના મનસૂબાને આમ આદમી પાર્ટી પાર નહી પાડવા દે. SMC નું બજેટ સુરતના સામાન્ય નાગરિકોના ખિસ્સા કાતરી નાખતું બજેટ છે.

આ બજેટમાં લોકોને કોઈપણ જાતની રાહત ઊલટાનું પાટિલભાઉના કેટલાક પાસેના લોકોને કરોડોનો લાભ પહેલીજ સભામાં લહાણી કરી આપવામાં આવી છે. આ બજેટ પાસ કરાવી લેવા માટે ભાજપ દ્વારા બજેટની સામાન્ય સભા ઓનલાઇન રાખવામાં આવી હતી કે, જેથી વિરોધનો સામનો કર્યા વિના બજેટ પાસ કરવી લેવાઈ.

સુરતની જનતાએ એક મજબૂત વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીને પસંદ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી આ તાનાશાહી તથા ગુંડાગીરીની સામે જુક્યા વિના ગાંધી ચિંધ્યા માર્ગે લડત ચલાવશે.

આજે ઓનલાઇન સભાના વિરોધ બાદ નેતા વિપક્ષ શ્રી ધર્મેશભાઈ ભંડેરી દ્વારા ઉપવાસ આંદોલનની શરૂઆત કરવામાં આવ્યું છે. સુરતની જનતાને વિનંતી છે કે, આમ આદમી પાર્ટીને સાથ આપીને આપણા હકની લડાઈમાં સહભાગી બને.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *