જસદણ(ગુજરાત): જસદણમાં શરીરસુખનું લાભ આપી લૂંટ અને હત્યાને અંજામ આપ્યો હોવાની બનાવ સામે આવ્યો છે. પોલીસે સમગ્ર ગેંગને ઝડપીને બે મહિલા સહિત 7 આરોપીની ધરપકડ કરી છે. નોંધનીય છે કે, દેવપરા ગામે થયેલ ચોરી અને હત્યાના કેસમાં આ ગેંગ સંકળાયેલી હતી. પોલીસે આરોપી પાસેથી સોના ચાંદીના દાગીના તેમજ 1 લાખ 67 હજાર રોકડ રકમ સહિત કુલ 7 લાખ 17 હજાર 930નો માલ જપ્ત કરીને વધુ કાર્યવાહી શરુ કરી છે.
મળતી માહિતી અનુસાર, પોલીસને 1 જુલાઇના રોજ વહેલી સવારે દેવપરા ગામે વાડી વિસ્તારમાં રહેતા માવજીભાઇ વાસાણીનો મૃતદેહ હાથ પગ બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો. ત્યારે પોલીસે તપાસ શરુ કરી હતી. જેમાં હત્યાની શંકા તેમજ શરીરના ભાગે મારના નિશાન મળતા તપાસ તે દિશામાં શરુ કરવામાં આવી હતી.
ઘટના અંગે બલરામ મીણાએ જણાવ્યું હતું કે, લોકોને મૃતક માવજીભાઇ દાજેલા મલમ લગાવી પૈસા લીધા વગર સારવાર આપતા હતા અને એકલવાયું જીવન જીવતા હતા. જયારે રાજલ ઉર્ફે રાજી ડોડીયા નામની એક મહિલા સારવાર માટે આવતી હતી. રાજલએ તેમના બીજા 7 મિત્ર સાથે મળીને મૃતકની એકલતાનો લાભ ઉઠાવી લૂંટ અને હત્યા માટે કાવતરું તૈયાર કર્યો હતો. જે માંથી 5 રાજસ્થાનના વતની, 2 પતિ-પત્નિ અને ધોળકાની એક મહિલા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, પૂજા ઉર્ફે પુજી મુખ્ય ભૂમિકા ભજવીને કાવતરું તૈયાર કર્યું હતું.
મોડીરાત્રીના સમયે માવજીભાઈ સુઇ રહ્યા હતા ત્યારે આરોપીઓએ મૃતકના મકાનમાં ઘૂસીને મૃતકના હાથ પગ દોરડા વડે બાંધી, શરીરે મુઢ માર મારી તેમજ તેના ઘરમાં રહેલ સોના ચાંદીના દાગીના, રોકડ રકમ તથા મોબાઇલ ફોનની લુંટ કરીને માવજીભાઈને મોતને ઘાટ ઉતાર્યા હતા.
પોલીસે 2 મહિલા સહિત 7 આરોપીની ધરપકડ કરી છે પરંતુ એક આરોપી ફરાર છે. ફરાર આરોપીને પકડી પાડવા માટે તપાસ શરુ કરી છે. હાલ પોલીસે સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ 7 લાખ 17 હજાર 930નો માલ જપ્ત કર્યો છે. આ પૈકી પોલીસે પકડાયેલ આરોપી હિતેશ અને રાજલ નામના પતિ-પત્નિ હનીટ્રેપના કેસમાં 2 વખત ધડપકડ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.