મોંઘા શોખએ બે ભાઈઓ સહિત તેના એક સાથીને નશાના સોદાગર બનાવી દીધા. પોલીસે તેમને નશાના સામાનની તસ્કરીના આરોપમાં ધરપકડ કરી છે. ઝડતી દરમિયાન તેમની પાસેથી ત્રણ કિલો ચરસ તેમજ ૨૬ હજાર રૂપિયા રોકડા મળી આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર કેટલાક ચરસનો જથ્થો તેઓ વેચી ચૂક્યા હતા બાકીના ચરસ ને વેચવા માટે નીકળ્યા હતા કે રસ્તામાં પોલીસના હાથે ચડી ગયા.
પોલીસે ત્રણેય વિરુદ્ધ નાર્કોટિક એક્ટ અંતર્ગત કેસ નોંધી તેમને કોર્ટમાં રજૂ કર્યા. જ્યાં કોર્ટે તેમને ૧૪ દીવસની ન્યાયિક કસ્ટડીમાં જેલ મોકલી દીધા. પકડાયેલા આરોપી સિવિલ લાઇન પોલીસ સ્ટેશનના ભમરોવા નિવાસી શોએબ અને સમીર છે.
આ ઉપરાંત તેમનો એક સાથી મુરસત છે. જે પસીઆપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. આ ત્રણેય લોકો એક બાઈક દ્વારા સહેજાદ નગર તરફ જઈ રહ્યા હતા કે પોલીસ ટીમે તેમને પકડી લીધા. તેમની પાસે જે બાઈક મળી આવી તેની કોઈ નંબર પ્લેટ લાગેલી ન હતી. એડિશનલ એસપી અરુણ કુમારે જણાવ્યું કે સિવિલ લાઇન પોલીસ સ્ટેશન દ્વારા સૂચનાના આધારે ચારસનો ધંધો કરી પરત ફરી રહેલા ત્રણ ઇસમોને રસ્તામાં તેમણે ગિરફતાર કર્યા હતા.
જેની પાસેથી એક મોટરસાયકલ નંબર વગરની મળી આવી હતી, તેમજ ૨૬ હજાર રૂપિયા તથા ત્રણ કિલો ચરસ મળી આવ્યા હતા. તમામ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે, જ્યાં ત્રણેયને કોર્ટે 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલવાનો નિર્ણય લીધો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en