સુરત: અડાજણ પોલીસ મથકમાં ફરજ બજાવી રહેલા ASIનું બ્રેન હેમરેજથી મોત- ‘ઓમ શાંતિ’

Death of Adajan ASI: સુરત (Surat)ના અડાજણ પોલીસ મથક (Adajan Police Station)માં ફરજ બજાવી રહેલા ASI ભરતભાઈ સાળવે (ASI Bharat Salve)ની શુક્રવારના રોજ બપોરના સમયે…

Death of Adajan ASI: સુરત (Surat)ના અડાજણ પોલીસ મથક (Adajan Police Station)માં ફરજ બજાવી રહેલા ASI ભરતભાઈ સાળવે (ASI Bharat Salve)ની શુક્રવારના રોજ બપોરના સમયે ડયુટી પર અચાનક તબિયત લથડતા બેભાન થઇ ગયા હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

નવી સિવિલથી મળતી માહિતી અનુસાર, ડિંડોલીમાં કરાડવા રોડ ખાતે સાંઈપ્રેરણા સોસાયટીમાં રહેતા 56 વર્ષના ભરતભાઈ સામાભાઈ સાળવે હાલમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવી રહ્યા હતા. શુક્રવારના રોજ બપોરે ભરતભાઇ મોબાઇલ વાનમાં ફરજ દરમિયાન પોલીસ મથક બહાર અચાનક તેમની તબીયત લથડી હતી.

તેમને ખાનગી હોસ્પિટલ પછી વધુ સારવાર માટે નવી સિવિલ લઈ જવામાં આવ્યા હતા પણ મૃત જાહેર કરવામાં આવતા પરિવાર અને પોલીસ તંત્રમાં શોકની લાગણી ફેલાઇ છે. અઢી વર્ષ પછી નિવૃત્ત થનાર ભરતભાઇ મુળ મહારાષ્ટ્રના વતી હતા. તેમને સંતાનમાં બે પુત્ર છે. ભરતભાઈ સાળવેએ પોલીસ કમિશનર કચેરી સહિત વિવિધ જગ્યાએ નિષ્ઠાથી ફરજ બજાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, નવી સિવિલમાં પોસ્ટ માર્ટમ કરનાર ડોકટરે કહ્યું હતું કે, ભરતભાઇ સાળવેનું બ્લેડપ્રેશર વધી ગયું હતુ. જેને કારણે બ્રેઇન હેમરેજ થવાથી તેમનું મોત થયું હતું. સમગ્ર બનાવ અંગે અડાજણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *