હીરા ‘ખાંડ’ થઇ ગયા… સુરતમાં હીરા વેપારીને હીરાનું પડીકું જોઈ ધોળે દિવસે અંધારા આવી ગયા- જાણો શું છે ઘટના

Surat diamond news: સુરત(Surat) શહેરના વરાછા (Varachha)ના મિનીબજા૨ (Mini Bazar)માં ઓફિસ ચલાવી રહેલા હીરા વેપારીને ઠગબાજ ઈસમોનો ભોગ બન્યો હતો. આ પહેલા પણ અનેક લોકોને…

Surat diamond news: સુરત(Surat) શહેરના વરાછા (Varachha)ના મિનીબજા૨ (Mini Bazar)માં ઓફિસ ચલાવી રહેલા હીરા વેપારીને ઠગબાજ ઈસમોનો ભોગ બન્યો હતો. આ પહેલા પણ અનેક લોકોને પોતાની વાતોમાં ભોળવી હીરા પેકેટની અંદર ગુટખાના ટુકડા મૂકી ઠગાઈ કરનાર આ ઠગબાજ ઈસમો દ્વારા વરાછાના હીરા વેપારીને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, ઠગબાજોએ આ વખતે હીરાનો માલ વેચાણ ક૨વાને બહાને વેપારી પાસેથી રૂપિયા 7.47 લાખના હીરા લીધા હતા. ત્યાર પછી ઠગબાજ દલાલ દ્વારા સાગરીત સાથે મળી પેકેટમાંથી ઓરીજનલ હીરાઓ કાઢી લીધા હતા તેના બદલામાં ખાંડ મુકી પેકેટને સીલબંધ કરી પાછા વેપારીને આપી દીધા હતા. વેપારીએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા છેતપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મહત્વનું છે કે, સુરતમાં વધુ એક હીરા વેપારી ઠગ ટોળકીનો શિકાર બન્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. સુરતના મોટા વરાછા અબ્રામા રોડ ગોકુલધામ બંગ્લાની સામે અમૃત રેસીડેન્સીમાં રહે છે અને મૂળ ભાવનગરના શિહોરના વતની નિલેશ મોહનભાઈ ભાયાણી હીરાના ધંધા સાથે સંકળાયેલા છે.

વાત કરવામાં આવે તો નિલેશભાઈ પાસેથી ગઈ તારીખ 25 એપ્રિલના રોજ હીરા દલાલ પ્રદિપ માધવજી ધામેલીયાએ હીરા વેચાણ કરવાને બહાને 7 લાખનો હીરાનો માલ લઈ ગયો હતો. પ્રદીપ ધમેલિયા તેના સાગરિત કિરણ કોઠારી સાથે મળી પેકેટમાંથી ઓરિજનલ હીરાઓ કાઢી લીધા હતા તેના બદલામાં ખાંડ મૂકી પેકેટને સીલ કરી ગઈ તારીખ 5 મી મેના રોજ પાછા આપી ગયો હતો. જો કે, નિલેશભાઈને શંકા જતા હીરાનું પેકેટ ખોલીને જોતા છેતરપીંડીનો આખો ભાંડો ફૂટ્યો હતો. આ ઘટના અંગે નિલેશ ભાયાણીએ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા બંને સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું છે કે, આરોપીઓ સામે પહેલા પણ આજ રીતે હીરા વેપારી સાથે ઠગાઈ કરવામાં આવી હતી. મહિધરપુરા હીરા બજારમાં એક વેપારી સાથે હીરાના પેકેટમાં વિમલના ગુટકાના ટુકડા મૂકી પેકેટ પધરાવી દીધું હતું અને છેતરપિંડી કરી હતી. આ અંગે વેપારીએ મધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આ ગુનામાં મહિધરપુરા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેને લઇ હાલ આરોપીઓ લાજપોર જેલમાં છે. જેથી વરાછા પોલીસ દ્વારા બંનેને ટ્રાન્સફર વોરંટથી કબજા મેળવી ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *