શિવાંશ કેસમાં આવ્યો નવો વળાંક: માતાનું નામ આવ્યું સામે, પરંતુ અસલી માતાનું રહસ્ય અકબંધ

ગાંધીનગર(ગુજરાત): ગઈકાલે રાત્રે ગાંધીનગર(Gandhinagar)માં બાળકને ત્યજી દેવાના કેસમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી(Home Minister Harsh Sanghvi) દ્વારા બાળકનું સાચું નામ શિવાંશ(Shivansh) હોવાનો જણાવીને અને તેના પિતા સચિન દીક્ષિતે(Sachin Dixit) તેને તરછોડી દેવામાં આવ્યો હતો. ત્યારે મોડી રાત્રે પોલીસ દંપતિને કોટા(Kota)થી પકડીને ગાંધીનગર લાવવામાં આવ્યું છે. હાલમાં સેકટર-26 ન્યુ ગ્રીન સિટીના મકાનમાં બન્ને લઈ જઈ પૂછતાંછ શરૂ કરવામાં આવી છે. જેમાં શિવાંશની માતા વડોદરા(Vadodara)ની હોવાનું સામે આવ્યું છે.

એસપી મયુર ચાવડાએ કહ્યું હતું કે, રાજસ્થાનથી સચિન દિક્ષિતની અટકાયત કરવામાં આવી છે. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. અત્યારે તેના ડીએનએ મેચિંગ અને અન્ય પૂરાવા એકઠા કરવાની કાર્યવાહી ચાલી રહી છે. હજુ સુધી તેની અટકાયત કરવામાં આવી નથી. અમુક પૂરાવા ભેગા થયા બાદ આગળની કાર્યવાહી શરુ કરવામાં આવશે. તપાસ દરમિયાન તેનો અને તેના પરિવારનો પૂરતો સહકાર મળી રહ્યો છે.

જાણવા મળ્યું છે કે, શુક્રવારે ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગુરુકુળની ગૌ શાળાના દરવાજા પાસે કોઈ અજાણ્યો ઈસમ ફૂલ જેવા માસુમ બાળકને અંધારામાં તરછોડીને ભાગી ગયો હતો. ત્યારે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ એલસીબી, એસઓજી સહિતની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી એને ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમાની આગેવાની ઓપરેશન શિવાંશ શરૂ કરવામાં આવ્યું હતું.

બીજી તરફ સોશિયલ મીડિયામાં ગણતરીની મિનિટોમાં ગાંધીનગરમાં બાળક તરછોડી દેવાની ઘટના વાયરલ થતાં સૌ કોઈની નજર ગાંધીનગર પોલીસની તપાસ પર રહી હતી. ત્યારે આ કેસમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ સિવિલ હોસ્પિટલ પહોંચી આવ્યા હતા.

ગાંધીનગર પોલીસે 400થી વધુ સીસીટીવીની તપાસ કરીને ગૌ શાળા બહાર એક સફેદ કલરની કાર કેમેરામાં બે વખત જોવા મળી હતી. જેનાં રજિસ્ટ્રેશન નંબર પરથી આ કાર સેકટર-26 ગ્રીનસિટી સોસાયટી D-35માં રહેતા સચિન નંદકિશોર દીક્ષિતની હોવાનું જાણવા મળ્યું હતું. જેનાં કારણે એક ટીમ તરત સેક્ટર-26 માં પહોંચી ગઈ હતી. પરંતુ સચિન દીક્ષિત તેની પત્ની અનુરાધા અને તેના માતા પિતા ઘર છોડીને જતાં રહ્યાં હોવાનું પાડોશીએ જણાવ્યું હતું.

શુક્રવાર રાતથી જ બાળકની સાર સંભાળ માટે ભાજપનાં કોર્પોરેટર દિપ્તીબેન પટેલે યશોદામાંની ભૂમિકા ભજવી રહ્યા હતા. બાળકને સિવિલમાં સ્મિત નામ આપવામાં આવ્યું હતું. અંતે 20 કલાકની તપાસ બાદ બાળકનું અસલી નામ શિવાંશ હોવાનું ગૃહ મંત્રીએ જણાવ્યું હતું. પરંતુ સચિન દીક્ષિત તેની પત્ની અનુરાધા સાથે રાજસ્થાનના કોટામાં ભાગીને છુપાયો હતો. ત્યારબાદ તેમને ગાંધીનગર લાવવામાં આવ્યો હતો.

ગઈકાલે શનિવારે મોડી રાત્રે ગાંધીનગર પોલીસ દ્વારા સચિન દીક્ષિત અને તેની પત્ની અનુરાધાને કોટાથી ગાંધીનગર લાવવામાં આવ્યા હતા. હાલમાં પોલીસ બન્નેને સેકટર-26ના મકાનમાં લઈ ગઈ હતી અને પૂછતાંછ કરવામાં આવી હતી. જોકે, સચિનની પત્ની અનુરાધા પતિના પ્રેમ પ્રકરણથી અજાણ હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, સચિન દીક્ષિત અને તેની પત્ની અનુરાધાને અમદાવાદ લવાયા પછી બંનેની પૂછપરછમાં અનુરાધાએ આ બાળક પોતાનું હોવાનો ઈન્કાર કર્યો હતો. ત્યારે હવે પોલીસ તપાસમાં શિવાંશની માતાનું નામ મહેંદી હોવાનું સામે આવ્યું છે. જો કે, મહેંદી હાલ ગાયબ હોવાથી પોલીસે સચિનની પૂછપરછ શરૂ કરી હતી. હાલ મહેંદીની શોધખોળ ચાલી રહી છે. સચિન દીક્ષિત જ્યારે અમદાવાદમાં નોકરી કરતો હતો. ત્યારે ઈવેન્ટ મેનેજમેન્ટમાં ટેટુ આર્ટિસ્ટ તરીકે કામ કરતી મહેંદી સાથે તેની મુલાકાત થઈ હતી અને બને વચ્ચે પ્રેમસંબંધમાં પડ્યા હતા.

સચિન પરિણીત હોવા છતા અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા એક ફલેટમાં મહેંદી સાથે રહેતો હોવાનું જાણવા મળ્યું છે. બોપલના ફ્લેટમાં જ શિવાંશનો જન્મ થયો હતો. ત્યારબાદ સચિન દીક્ષિતની વડોદરા બદલી થતા મહેંદી અને સચિન વડોદરા રહેવા ગયા હતા. શિવાંશના જન્મ બાદ મહેંદીએ સચિનને લગ્ન કરવા માટે જણાવ્યું હતું. પરંતુ, સચિને લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો હતો. તેથી મહેંદીએ શિવાંશનો કબજો સચિનને સોંપી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *