ગાંધીનગર(ગુજરાત): ગઈ મોડી રાત્રે ધોળાકુવા ગામ પાસે નાર્કોટીક્સ સેલ દ્વારા એક કારમાંથી ગાંજાનો જથ્થો પકડાયો હતો. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી કારને ઝડપી લીધી હતી. પોલીસની 8 કાર દ્રારા આ કારને કોર્ડન કરવામા આવી હતી.
સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, સીઆઈડી ક્રાઇમની ટીમને માહિતી મળી હતી કે, એક કાર ચાલક ગાંજાનો જથ્થો લઇને જઇ રહ્યો છે. ત્યારે સીઆઇડી ક્રાઇમની ટીમના ડીવાયએસપી એસ.એલ.ચૌધરી હેઠળ રીલાયન્સ ચોકડી અને શાહપુર ચોકડીએ વોચ ગોઠવામાં આવી હતી. ફિલ્મી ઢબે શાહપુર સર્કલ તરફથી માહિતીવાળી કાર પસાર થતા પોલીસ કર્મચારીઓ દ્વારા તેનો પીછો કરવામા આવ્યો હતો. કાર શાહપુર તરફ જઇ રહી હતી, તે સમયે અલગ અલગ કાર ચાલકે પીછો કરીને ધોળાકુવા પાસે જોગણીમાતાના મંદિર પાસે કારને પકડી પડી હતી.
ત્યારે કારચાલક અશોક ડાહ્યાભાઇ પટેલની બહાર કાઢી કારની તપાસ કરતા કારની ડેકીમાંથી એક થેલીમાં 9.876 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જેને લઇને સીઆઇડી ક્રાઇમની ટીમેં આરોપીની ધરપકડ કરી તેની પાસેની 98,760 હજારનો ગાંજો કબજે કરી વધુ તપાસ શરુ કરી હતી.
પોલીસની પૂછપરછમાં આરોપીએ કબુલ કર્યું હતું કે, ગાંજાનો જથ્થો ચેખલાના પઠાણ પાસેથી ખરીદતો હતો. જોકે, તેના દ્વારા વધુ માહિતી આપવામા આવી ન હતી. પોલીસે પઠાણની શોધખોળ શરુ કરી હતી. આરોપીએ હાલીસા ગામના જશુ ચૌધરીનું ચિલોડા પેટ્રોલપંપ પાસે વર્ષ 2009મા મર્ડર કર્યું હતુ. જેમા આરોપીને 10 વર્ષની સજા પણ થઇ હતી. હાલમાં જામીન પર છુટતા જ ગાંધીનગર અને આસપાસમાં ગાંજો સપ્લાય કરતો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.