રાજકોટમાં પોલીસ હેડ ક્વાર્ટરના 10માં માળેથી પોલીસ કોન્સટેબલે કૂદકો મારી કર્યો આપઘાત, જાણો કારણ…

Rajkot News: રાજકોટથી કમકમાટી ભરી ઘટના સામે આવી રહી છે. મવડી પોલીસ હેડ ક્વાર્ટરના 10માં માળેથી પોલીસ કોન્સટેબલે આપઘાત કર્યું હોવાનું સામે આવી રહ્યું છે. ક્વાર્ટરના 10માં માળેથી ઝંપલાવી કોન્સટેબલે મોતને વ્હાલું કરતા ક્વાર્ટર વિસ્તારમાં (Rajkot News) ગમગીન માહોલ સર્જાયો ગયો છે. સમગ્ર બાબતને લઈ પોલીસ તપાસ હાથ ધરી છે.

પોલીસ કોન્સટેબલે કર્યો આપઘાત
23 વર્ષીય કોન્સટેબલ ભાર્ગવ બોરીસાગરે અચનાક જ હેડ ક્વોર્ટરના 10મા માળેથી છલાંગ લગાવી દેતા હેડ ક્વોર્ટર દોડધામ મચી ઉઠી છે. સમગ્ર ઘટના સર્જાતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યાં હતાં. આ મુદ્દે પોલીસને જાણ થતાં પીઆઇ સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે તરત જ દોડી આવ્યો હતો. ત્યારપછી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પોલીસે આપઘાત અંગેના કારણની દિશામાં તપાસ હાથ ધરી છે.

આપઘાતનું કારણ હજુ પણ અકબંધ
મળતી મહિતી અનુસાર, ભાર્ગવ બોરીસાગર માતા પિતાનું એકનું એક સંતાન હતો. જે રાજકોટ ગ્રામ્ય પોલીસમાં રીડર શાખામાં ફરજ બજાવી રહ્યો હતો. જેની દોઢ મહિના પૂર્વે જેતપુરથી રાજકોટ બદલી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પાંચ મહિના પૂર્વે જ ભાર્ગવના લગ્ન કરવામાં આવ્યા હતા. ભાર્ગવે આ પગલુ કયા કારણોસર ભર્યું છે તે તપાસનો વિષય બન્યો છે.

સુરતમાં થોડા સમય પહેલા આવી જ એક ઘટના બની હતી 
આ અગાઉ સુરતના સિંગણપોર વિસ્તારમાં પણ એક મહિલા કોન્સ્ટેબલએ પ્રેમ પ્રકારમાં આપઘાત કર્યો હોવાનું સામે આવી ચૂક્યું છે.આ મહિલા કોન્સ્ટેબલ પોતાના ઘરે એકલા હતા એ દરમિયાન તેણે ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું.જે બાદ આ અંગે તપાસ કરતા તે પ્રેમીના કારણે ડિપ્રેશનમાં હોવાનું બહાર આવ્યું હતું.