સુરતની ડાયમંડ કંપનીએ તૈયાર કરી સોના અને હીરા જડિત ‘સૂર્યમુખી વિંટી’ – કરોડોના ખર્ચે બનેલી આ વિંટીને ગીનીશ બુક રેકોર્ડમાં સ્થાન મળ્યું

સુરત (Surat): ડાયમંડ નગરી ગણાતા સુરત શહેરમાં એક સોના અને હીરા જડિત સૂર્યમુખી વિંટી બનાવામાં અવી છે. સુરતની એચ.કે ડિઝાઈન્સ (H K Designs Surat) કંપની…

સુરત (Surat): ડાયમંડ નગરી ગણાતા સુરત શહેરમાં એક સોના અને હીરા જડિત સૂર્યમુખી વિંટી બનાવામાં અવી છે. સુરતની એચ.કે ડિઝાઈન્સ (H K Designs Surat) કંપની દ્વારા 50907 હીરાનો ઉપયોગ કરીને સોનાની સૂર્યમુખી જેવી વિંટી (Sunflower Ring) તૈયાર કરવામાં આવી છે. આ રીંગની કિંમત 6.44 કરોડ રૂપિયા છે. આ રિંગને બનાવતા 9 મહિનાનો સમય લાગ્યો હતો. રિંગમાં 460.55 ગ્રામ ગોલ્ડ અને 130.19 કેરેટ હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ રિંગનો ગીનિશ બુક રેકર્ડમાં સ્થાન મળ્યું છે.

દરેક હીરાની સામે એક વૃક્ષ કંપની દ્વારા લગાવાવમાં આવશે

ખાસ કરીને પર્યાવરણ બચાવોનો મેસેજ આપવા માટે આ રિંગ તૈયાર કરવામાં આવી હોવાનું કંપનીના મેનેજમેન્ટે કહ્યું હતું. એટલા માટે જ રિંગની ડિઝાઈન સુર્યમુખીના ફૂલ આકારની તૈયાર કરવામાં આવી છે. રિંગમાં 50907 નંગ હીરા છે, દરેક હીરાની સામે એક વૃક્ષ કંપની દ્વારા લગાવાવમાં આવશે, એટલે 50907 વૃક્ષો ઉગાડાશે.

માત્ર ડિઝાઈન માટે 4 મહિનાનો સમય લાગ્યો

હરીકૃષ્ણ એક્સપોર્ટના મેનેજિંગ ડિરેક્ટર ઘનશ્યામ ધોળકિયાએ (Harikrishna Export MD Ghanshyam Dholakia) કહ્યું હતું કે, ‘આ રિંગ એ અમારી માટે વસિયતનામુ છે. અમારી ટીમની મહેનત અને સમર્પણને કારણે અમે આ યુનિક રિંગ બનાવી શક્યા છીએ. અમારી ક્ષમતાઓને ઓળંગવા માટે અમે તત્પર છીએ જેને ધ્યાનમાં રાખીને અમે આ રિંગ ડિઝાઈન કરી છે.

ફૂલમાંથી પ્રેરણા લઈને આ રિંગ બનાવી

સૂર્યમુખીના ફૂલમાંથી પ્રેરણા લઈને આ રિંગ બનાવી છે. આ રિંગ બનાવતા 9 મહિનાનો સમય લાગ્યો હતો. 50 હજારથી વધારે નંગ હીરા લગાવાવનો ટાર્ગેટ હતો એટલે કેડ ડિઝાઈન તૈયાર થતાં 4 મહિનાનો સમય લાગ્યો હતો.

રિસાઈકલ સોનાનો કરાયે છે ઉપયોગ

સંપૂર્ણપણ રિસાઈકલ કરેલા સોનામાંથી રિંગ તૈયાર કરવામાં આવી છે. આ ગ્રાહકો દ્વારા રિટર્ન કરવામાં આવેલા 18 કેરેટ ગોલ્ડનો ઉપયોગ કરીને આ વિંટિને કુલ 8 ભાગમાં વેચવામાં આવી છે.

તેમાં સુર્યમુખીની પાંખો અને પતંગિયાની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. રિંગમાં કુલ 50907 નંગ હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 50907 હીરા હાથથી જ સેટ કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *