ગુજરાત: બોયફ્રેન્ડ સાથે બેસેલી યુવતી પર પોલીસ કોન્સ્ટેબલે આચર્યું દુષ્કર્મ, સમગ્ર ઘટના સાંભળી ચોંકી જશો

ગુજરાતમાં આવેલ વડોદરા શહેરના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પી.સી.આર. વેન નં.-9ના ઈન્ચાર્જ LRD જવાને ગઈકાલે રાતે 8:30 વાગે ગોત્રી ચેકપોસ્ટથી અંકોડિયા તરફ જવાના રોડ પર બોય ફ્રેન્ડ સાથે બેઠેલી ગોત્રી વિસ્તારની 21 વર્ષીય યુવતીને હવસનો શિકાર બનાવી હતી. LRD જવાને યુવતીને નજીકમાં નવા બંધાઈ રહેલાં મકાનમાં લઈ જઈને પોલીસના યુનિફોર્મમાં જ દુષ્કર્મ આચર્યું હતું. ગોત્રી વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતી શનિવારે રાતે 8 વાગે બોયફ્રેન્ડ સાથે ગોત્રી ચેક પોસ્ટથી સેવાસી અંકોડિયા તરફ જતાં રોડ પર ગાડી ઉપર બેઠી હતી. ત્યારે પોલીસની પી.સી.આર. વેન ત્યાં આવી હતી.

પોલીસ યુનિફોર્મમાં એક પોલીસવાળાએ બાઈકની ચાવી કાઢી લઈ તમારા બંન્ને વચ્ચે શું સબંધ છે ? તેવી પૂછપરછ કરીને રૂપિયા 5000ની માંગણી કરી હતી. જો પૈસા ન આપે તો તેમના વાલીઓને જાણ કરવાની ધમકી આપતા યુગલ ગભરાયું હતુ. બોયફ્રેન્ડ પોલીસની વેનના ડ્રાઈવરને બાઈક પર બેસાડીને રૂપિયા 5હજારની વ્યવસ્થા કરવા ગયો હતો. બીજી તરફ પીસીઆર વેન પોલીસ મેન અને યુવતી એકલા સ્થળ પર હતાં. પોલીસવાળાના મનમાં હવસનો કીડો સળવળતા પોલીસવાળો યુવતીને લઈને નજીકમાં બંધાઈ રહેલાં મકાનમાં લઈ જઈ, ધમકી આપીને યુવતી પાસે ઓરલ સેકસ કરાવ્યું હતુ.

લગભગ 20 મિનિટ પછી બોયફ્રેન્ડ પૈસા લઈને આવ્યો હતો જે પૈસા પોલીસવાળાએ દઈ લીધા હતા અને વેનમાં બેસીને રવાના થયાં હતાં. ત્યાર બાદ યુવતીએ તેના બોયફ્રેન્ડને પોલીસવાળાની હેવાનીયતની જાણ કરી હતી. બંન્ને કુટુંબના સભ્યો ભેગા થયાં હતાં. જોતજોતામાં પોલીસ સ્ટેશન પાસે મોટી સંખ્યામાં લોકોનું ટોળુ ઉમટી પડયું હતુ. એ.સી.પી. બી ડિવિઝન બી.એ. ચૌધરીએ આજે 4 વાગે પી.સી.આર. વેનના ઈન્ચાર્જ LRD સુરજસિંહ ફુલસિંહ ચૌહાણ અને વેનના ડ્રાઈવર રસીક ચીમનભાઈ ચૌહાણની ધરપકડ કરી હતી.

લોકોએ સમતા ગાર્ડન પાસે PCR વાન શોધી કાઢી

પીડિતાની સાથે તેની સોસાયટી અને વિસ્તારના લોકો જોડાયા હતા. ધમકી આપીને દુષ્કર્મ ગુજારનાર તે પોલીસવાળાને શોધવા માટે પીડિતાને સાથે લઈને લોકો મોડીરાત સુધી આખા વિસ્તારમાં ફર્યા હતા. મોડીરાતે સમતા ગાર્ડન પાસે પી.સી.આર. વેન પાર્ક થયેલી જણાઈ હતી. લોકોએ ચેક કરતાં પોલીસવાળો અને ડ્રાઈવર જમતા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરતાં પોલીસની ટીમ દોડી આવી હતી અને બંન્ને પોલીસવાળાઓની અટકાયત કરી હતી.

LRD પતિની કરતૂતોની પત્નીને જાણ થઈ 

દુષ્કર્મ અને લાંચના રૂ. ૫ હજાર લેવાના કેસમાં જે LRDની ધરપકડ થઈ છે તે સુરજસિંહ ચૌહાણની રવિવારે મળસ્કે ૪ વાગે લક્ષ્મીપુરા પોલીસ દ્વારા સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની પત્ની વતનમાં છે. પત્નીએ ૬ મહિના પહેલાં બાળકને જન્મ આપ્યો હતો. આરોપી પતિની ધરપકડ અંગે રવિવારે બપોરે પત્નીને જાણ થઈ હતી.

LRD જવાન ત્રણ વર્ષથી નોકરી કરતો હતો 

લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના જે LRD સામે દુષ્કર્મ ગુજારવાનો આક્ષેપ છે તે સુરજસિંહ ચૌહાણ છેલ્લા ૩ વર્ષથી પોલીસમાં LRD તરીકે ફરજ બજાવે છે. સુરજસિંહ પી.સી.આર. નં.-૯નો ઈન્ચાર્જ હતો. તેની નોકરી બપોરે ૧૨ થી સાંજે ૮ની હતી. જે ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે તે ડ્રાઈવર રસીક ચૌહાણ પોલીસનો ડ્રાઈવર નથી. એ.સી.પી. બી ડિવિઝન કહે છે કે, તે આરોપી LRDનો મિત્ર હતો.

આજે ઓળખ પરેડ થશે, એક દિવસના રિમાન્ડ 

સમગ્ર કેસની તપાસ એ.સી.પી. બી.એ. ચૌધરી કરી રહયાં છે. આરોપી ડ્રાઈવર રસીક ચીમન ચૌહાણ અને LRD સુરજસિંહ ફુલસિંહ ચૌહાણને રવિવારે અદાલત સમક્ષ રજુ કરી પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા. તપાસ અધિકારીની મુખ્ય રજુઆત હતી કે, આરોપીઓની ઓળખ પરેડ કરવાની છે. મૂળ ફરીયાદમાં લાંચ રૂશ્વત ધારા પ્રમાણે પણ FIR થઈ હોવાથી આરોપીઓના ઘરની જડતી કરવાની છે અને બેન્ક એકાઉન્ટ, લોકર અને મિલ્કતોની તપાસ કરવાની છે. અગાઉ આવા પ્રકારના કેટલા ગુના આચર્યા છે તે દિશામાં તપાસ કરવાની છે. અદાલતે બંન્ને આરોપીઓના ૧ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *