પોલીસ અને મળતિયાઓ વગર યુનિફોર્મએ વહેલી સવારે ઉઘરાવતા હપ્તા, એડવોકેટ મેહુલ બોઘરાએ રેડ કરતા ઊભી પૂંછડીએ ભાગ્યા

સુરત(Surat): પોલીસને કાયદારૂપે મળેલી મળેલી સત્તાઓની રૂએ રસ્તા ઉપર લારી લઈ ઉભા રહેતા વ્યકિત લઈને પોલીસ સ્ટેશનના પગથીયા ચડનાર મોટા ભાગના લોકો પાસેથી પૈસા પડાવવામાં જરા પણ ખચકાટ અનુભવતા નથી. ત્યારે આ અંગેની ફરિયાદ પણ લોકો દ્વારા કરવામાં આવતી હોય છે અને તેમના વિરુધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પરંતુ હવે સુરત પોલીસ(Surat Police) પર ગંભીર આક્ષેપ લાગ્યા છે. જેમાં પોલીસ દ્વારા હપ્તા ઉઘરાવતા હોય તે અંગે એક જાગૃત નાગરિક અને એડવોકેટ મેહુલ બોઘરા(Mehul Boghra) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.

વિડીયોમાં પોલીસ અને તેમના મળતિયાઓ દ્વારા યુનિફોર્મ વિના બોમ્બે માર્કેટ ટ્રાફિક પોલીસ ચોકી પાસે થતાં હપ્તા ખોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે તે અંગેના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. એડવોકેટ મેહુલ બોઘરાએ જણાવતા કહ્યું છે કે, આજરોજ એટલે તારીખ 26/03/2022 ના રોજ વહેલી સવારે 5 થી 7 વાગ્યાની વચ્ચે રાત્રીના અંધારામાં સરદાર માર્કેટથી સ્ટેશન જતા રસ્તા પર ટ્રાફિક પોલીસ ચોકીની આસપાસ જ 5 થી 6 યુનિફોર્મ વિનાના અને એક પોલીસ કર્મચારી યુનિફોર્મ માં ઉભા રહી ટ્રક ચાલકો પાસેથી 50, 100, 200 જેટલી રકમનો હપ્તો વસૂલ કરવામાં આવતો હતો. જે ઘટનાક્રમ દર શનિવારે પુનરાવર્તિત થતો હતો. હપ્તા ખોરો પર રેડ પાડવામાં આવતા રોકેટ સ્પીડે ભાગીને પોલીસ ચોકીમાંથી ફરાર થઇ ગયા હતા.

આ સમગ્ર ઘટના અંગેની ફરિયાદ મને છેલ્લા બે અઠવાડિયાથી મળતી હતી જે અંતર્ગત એક રેકી ગોઠવી અને આ રાત્રિના અંધારામાં કાળા કામ કરતા ભ્રષ્ટાચાર અને બેઈમાન કર્મચારીઓ અને તેમના વચેટિયાઓ દલાલોનો પર્દાફાશ કરી, બેનકાબ કરવામાં આવ્યા છે.

વિડીયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, પોલીસ દ્વારા અને તેમના મળતિયાઓ દ્વારા વગર યુનિફોર્મએ વહેલી સવારે ટ્રક ચાલકો પાસેથી પૈસાની ઉઘરાણી કરવામાં આવી રહી હતી જેમનો પર્દાફાશ એક જાગૃત નાગરિક એડવોકેટ મેહુલ બોઘરા દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચાર કરતા અમુક પોલીસકર્મીઓ અને તેમના મળતિયાઓ દોડતા થઇ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *