રાજકોટમાં સ્પાની આડમાં ધમધમી રહેલા કુટણખાનામાં પોલીસે રેડ કરતા યુવતીઓ એવી હાલતમાં મળી આવી કે…

Published on: 11:00 am, Thu, 25 November 21

ગુજરાત(Gujarat): રાજ્યમાં સ્પા(Spa)ની આડમાં ચાલતા કુટણખાના(Brothel)માં સતત વધારો થઇ રહ્યો છે. જેમા ખાસ કરીને મોટા શહેરોમાં આ કુટણખાના ચાલતા હોય છે અને તેનો પર્દાફાશ પોલીસ દ્વારા કરવામાં આવતો હોય છે. કોરોના મહામારીને કારણે છેલ્લા અમુક મહિનાઓથી સ્પા પાર્લરો(Spa parlors) બંધ હતા. પરંતુ પ્રતિબંધ હટતાની સાથે જ આ બધાજ સ્પા પાર્લરો ફરીથી ધમધમી રહ્યા છે. પરંતુ સ્પાની આડમાં કુટણખાના ચાલી રહ્યું છે.

પોલીસને કુટણખાનાનો કર્યો પર્દાફાશ:
જોવા જઈએ તો તાજેતરમાં જ રાજકોટ પોલીસે શેહરમાં સ્પાની આડમાં ચાલતા કુંટણખાનાનો ખુલાસો કર્યો છે. જેને લઈને હવે સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. શહેરના જુદા જુદા સ્પા સેન્ટરમાં પોલીસે દરોડા પાડ્યા હતા અને જેમા 2 સ્પા સેન્ટરમાં પોલીસે રેડ કરી ત્યારે કુટણખાના ઝડપી પાડવામાં આવ્યા હતા.

બંન્ને સ્પાસેન્ટરના કુલ 5 સંચાલકોની ધરપકડ:
રાજકોટના ધ રોયલ મિન્ટ સ્પા અને ધ રોયલ ફેમેલી સ્પામાં પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જેમા રેડ સમયે સામે આવ્યું હતું કે આરોપીઓ સ્પાની આડમાં કુટણખાનું ધમધમાવી રહ્યા છે. જેથી પોલીસે આ મામલે બંને સ્પાના કુલ 5 સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે. જેથી તેને તેની કરતૂતને કારણે આજે જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.

પોલીસે આગળની તપાસ હાથ ધરી:
અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલાને ધ્યાને લઈને માલવીયા પોલીસ અને યુનિ પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હાલમાં આરોપીઓની પુછપરછ કરી રહી છે. જેમા જાણવા મળ્યું છે કે, આરોપીઓ કેટલા સમયથી આ સ્પા ચલાવતા હતા અને યુવતીઓ તેમણે ક્યાથી બોલાવી હતી તે અંગે તપાસનો વિષય હાથ ધરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.