હાલમાં સમાજમાં યુવા યુવતીઓ પ્રેમ રાગ અને રોમાન્સ કરવા ઠેર ઠેર ઓયો હોટેલ કે પછી સ્પા ના નામે ચાલતા ફૂટણખાનાઓમાં રચ્યા પચ્યા રહે છે. હવે આ ઠેકાણાઓમાં કપલ બોક્સ નામનું નવું દુષણ આવ્યું છે. જેમાં કપલ બોક્સના નામે રીતસરના ફૂટણ ખાના સમાન ખાટલાઓ ચાલે છે. આ કપલ બોક્સમાં ગેર પ્રવૃત્તિ થતી અટકાવવાનું કામ જે પોલીસ વિભાગનું છે તે જ આ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા પ્રોટેક્શન મની લે છે.
એક જાહેર સર્વેમાં જાણવા મળ્યા મુજબ કોઈ પણ શહેરના શોપીગ સેન્ટરોમાં ઓછામાં ઓછું એક સ્પા કે પછી કપલ બોક્સ મળી જ જાય છે. જ્યાં હજુ 18 વર્ષ પણ પૂર્ણ થયા નથી હોતા તેવા યુવાનો સેક્સ કરવા પહોચી જાય છે. જે સમાજ માટે ચિંતાનો પ્રશ્ન છે. અને પોલીસ આ પ્રવૃતિઓને અટકાવવા ને બદલે પ્રોટેક્શન આપીને હપ્તા વસુલી કરીને આ ખાટલાઓમાં ભાગીદાર બની જતી હોય છે.
એક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓછામાં ઓછા 15 થી 20 હોટેલ કે રેસ્ટોરંન્ટ ચાલતા હોય છે. હોટેલ અને રેસ્ટોરન્ટમાં દિવાળીએ દિવાળી કરવાના નામે પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મીઓ કવર લઈ આવે છે. આ કવરમાં પોલીસ ઇન્સ્પેકટર ને 15થી 20 હજાર, પાંચ સાત પોલીસ સબ ઇન્સ્પેકટરને 5-10 હાજર, PCR માં બેસતા અને ફરતા ત્રણ પોલીસ કર્મીઓ, એવી પાંચ થી સાત પીસીઆર અને એ પણ બે શિફ્ટ માં ગણીએ એટલે 30 પોલીસકર્મીઓને 2500 થી 5 હજાર રૂપિયા આ કવરમાં આપવા પડતા હોય છે. અને મીઠાઈના બોક્સ તો અલગ જ. આમ એક પોલીસ સ્ટેશન દીઠ હોટેલ રેસ્ટોરંટ વાળાએ દોઢ થી બે લાખ રૂપિયાનું કવર લઈને બેસવું પડે છે અને આવી 15-20 હોટેલનો લાભ આ પોલીસ કર્મીઓ લે છે.
હાઈવે પર પણ પોલીસકર્મીઓ કે હોમગાર્ડ વાળાઓ પોલીસકર્મીના રોફમાં હાઈવે પર જતી ગાડીઓ કે ટ્રક પાસેથી ૫૦-૧૦૦ રૂપિયા ખંખેરીને ખિસ્સા ભરે છે. હથિયારના પરવાના મેળવતા વ્યક્તિઓ પાસેથી મોટી રકમ લીધા વગર કોઈ લાયસન્સ કે અરજી પણ આગળ વધતી ન હોવાનું તમે સાંભળ્યું જ હશે.