૧લી નવેમ્બરથી ગુજરાત ભરમાં પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન કરતા લોકોને નવા ટ્રાફિક નિયમ ભંગ ના દંડની વસૂલાત કરી રહી છે. સુરતીલાલાઓ હાલમાં દંડ ભરવા ના મામલે પ્રથમ નંબરે ચાલી રહ્યા છે. ત્યારે દંડ ઉઘરાવવામાં અતિ વ્યસ્ત બનેલી સુરત પોલીસ હવે ન કરવાની ભૂલ કરી બેસી છે. આ ભૂલ કદાચ કોઇ ઉપરી અધિકારી સુધી હજી સુધી પહોંચી નહિ હોય. પરંતુ જાગૃત નાગરિક દ્વારા આ ગંભીર ભૂલ નજરે આવતા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી છે. જેને લઇને સુરત પોલીસના ઉતાવળિયા અધિકારીઓ અને ગંભીર ક્ષતી સામે આવી છે.
સોશિયલ મીડિયામાં એક સમાધાન શુલ્ક પાવતી વાયરલ થઈ છે. જેમાં આજની તારીખમાં 4:35 વાગ્યે એક વાહન ચાલક પાસેથી 500 રૂપિયા દંડની વસૂલાત કરવા બદલ ની રસીદ આપવામાં આવી છે. જેમાં 12 નવેમ્બર ને બદલે ઉતાવળમાં 12 ડિસેમ્બર ની તારીખ લખી દેવામાં આવી છે. જે એક ઉતાવળમાં કરવામાં આવેલી ભૂલ કહી શકાય.
પ્રવીણભાઈ વિરાણી નામના ગાડી ચાલક પાસેથી પાંચસો રૂપિયાનો દંડ લેવામાં આવ્યો છે. તેવો ઉલ્લેખ આ પાવતીમાં કરાયો છે. એક્ટિવા ચાલક પાસેથી હેલમેટ ન પહેરવા માટેનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ પાવતી નો ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે.
અહીંયા છે કે નવા ટ્રાફિક નિયમ ભંગ ના દંડની જોગવાઈ ઓ બાદ પોલીસ અને પબ્લિક વચ્ચેના બોલાચાલી અને ઘર્ષણ ના વિડીયો સતત વાયરલ થઇ રહ્યા છે. અને હેલ્મેટ વગર જતા પોલીસ કર્મીઓના વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ શેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ ભૂલ ને કેટલી ગંભીરતાથી ઉપરી અધિકારીઓ લે છે તે હવે આવતા દિવસોમાં જોવું રહ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.