અમદાવાદ પોલીસના E મેમો ને કારણે પ્રેમી યુગલના સબંધ થયા જગજાહેર- વાંચો વધુ

Published on Trishul News at 1:41 PM, Mon, 29 April 2019

Last modified on April 29th, 2019 at 1:43 PM

અમદાવાદ પોલીસ ના એ મેમોને કારણે એક પ્રેમી યુગલને પોતાનો સબંધ જાહેર કરવાના ડરને દૂર કરી દીધો છે. એક અમદાવાદી યુવકે પોતાની ગર્લફ્રેન્ડ હોવાનું તેના પરિવાને ઈ-મેમોથી ખબર પડી તે બદલ ટ્વીટ કરીને અમદાવાદ પોલીસનો આભાર માન્યો હતો.

યુવકને ટ્રાફિક વિભાગનો ઈ-મેમો આવ્યો 27 એપ્રિલ ના રોજ ઘરે આવ્યો હતો. તેના માતા-પિતાએઆ મેમો જોતા સ્ટોપલાઈન ભંગનો ઈ-મેમો હતો, અને તેમના પુત્રના વ્હીકલ કોઈ યુવતી બેઠેલી હતી. યુવક જ્યારે ઘરે આવ્યો ત્યારે તેના માતા-પિતાએ ઈ-મેમો બતાવ્યો હતો. ત્યારે યુવકે પોતાની ગર્લફ્રેન્ડ હોવાનું જણાવ્યું હતું. આ બાબતે યુવકે ડૉ. વિપુલ અગ્રવાલ (જોઈન્ટ સીપી એડમિનિસ્ટ્રેશન) અને અમદાવાદ પોલીસને ટેગ કરીને ટ્વીટ કર્યું હતું કે મને મેલથી ઈ-મેમો મળ્યો છે. અને મેમોના ફોટોમાં હું અને મારી ગર્લફ્રેન્ડ છીએ જે અંગે મારા માતા-પિતાને જાણ ન હતી, પરંતુ આ ઈ-મેમોથી તેમને પણ ખબર પડી ગઈ છે. જે બદલ હું આભાર માનું છું.

IPS ડૉ. વિપુલ અગ્રવાલ એ પણ પ્રત્યુત્તર આપવાના અંદાજમાં વત્સલ પારેખને જોરકા ઝટકા ધીરે સે લખીને રીટ્વીટ કર્યું હતું.

Be the first to comment on "અમદાવાદ પોલીસના E મેમો ને કારણે પ્રેમી યુગલના સબંધ થયા જગજાહેર- વાંચો વધુ"

Leave a comment

Your email address will not be published.


*