ઉત્તર પ્રદેશના મેરઠ જામપાડમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અબ્દુલ નામનો આ વ્યક્તિ છોકરીઓને નોકરીની લાલચ આપતો હતો અને લગ્નજાળમાં ફસાવતો હતો. નોકરીની લાલચમાં આવી છોકરી લગ્ન માટે હા પાડી દેતી હતી. આરોપી તેનું નામ અબ્દુલ હતું અને છોકરીઓને ફસાવવા અમન નામે આ કાંડ કરતો હતો.
આરોપી નકલી વાળ લગાવી છોકરીઓને પોતાની જાળમાં ફસાવતો હતો. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર અબ્દુલને ચાર પત્ની અને ચાર સંતાનો હોવાનું જાણવા મળ્યું છે. કાંકરખેડા પોલીસ સ્ટેશન વિસ્તારના નાંગલા ગામની સામે આવેલી કોલોનીમાં રહેતી એક કિશોરીને અન્ય એક સમાજના આધેડ અબ્દુલે ફસાવી હતી. સોમવારે હિન્દુ જાગરણ મંચના કાર્યકરોએ અબ્દુલ વિરુદ્ધ પોલીસ મથકમાં હોબાળો મચાવ્યો હતો.
મંગળવારના રોજ પોલીસે ઘટના અંગે જાણકારી મેળવી હતી અને આરોપી અબ્દુલની પણ ધરપકડ કરી હતી. પોલીસે મંગળવારે સાંજે ગંગાનગરમાં “આઇ(I)” બ્લોક માંથી આરોપીને બહાર કાઢયો હતો. આ સાથે જ આરોપી અબ્દુલની ધરપકડ કરવામાં આવી હતી. પરિણીત અબ્દુલે તેનું નામ અમન ચૌધરી બતાવ્યું હતું.
પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, અબ્દુલ કાંકરખેડા વિસ્તારના સરથાણા રોડ પર અશોક નગર નાંગલા તાશી ગામનો રહેવાસી છે. આધેડ અબ્દુલની ચાર-ચાર પત્નીઓ છે. તેમાંથી પહેલી પત્ની કીથોરની, બીજી પત્ની ગુલિસ્તા પંજાબની રહેવાશી છે, જે અહીં નાંગલા તાશીમાં રહે છે. આ સિવાય ત્રીજી પત્ની નાંગલા તાશી સામે અશોક નગરમાં રહે છે. ત્યાના જ સ્થાનિક વિસ્તારમાં ચોથી પત્ની રહે છે અને તેનું નામ સિમરન છે.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી અબ્દુલના ચાર બાળકો છે. સૂત્રોએ બહાર આવ્યું છે કે, કિથોર વિસ્તારમાં રહેતી પત્નીને બે સંતાનો છે, જેમાં મોટો પુત્ર 16 વર્ષનો અને નાનો પુત્ર 14 વર્ષનો છે. આ પત્ની સાથે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. આ સિવાય ગુલિસ્તાને બે બાળકો પણ છે. કોર્ટમાં આરોપી વિરુદ્ધ મોટાપાયે વિવાદ ચાલી રહ્યો છે. સ્થાનિક ઇન્સ્પેક્ટર જણાવતા કહે છે કે, આરોપી અબ્દુલને કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાંથી તેને જેલની સજા થઇ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en